એક એવું શહેર જ્યાં દરેક પુરુષની છે 3 ગર્લફ્રેન્ડ! બોયફ્રેન્ડનો ખર્ચો ઉઠાવે છે મહિલાઓ

એક વ્યક્તિએ કહ્યું હતું કે શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છે (પ્રતિકાત્મક તસવીર)

રિપોર્ટ મુજબ અહીં જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તે શરમ અનુભવે છે

 • Share this:
  બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવાની પ્રથા દુનિયામાં નવી નથી. પ્રેમ એ આપણા સમાજની વાસ્તવિકતા છે અને લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધો બનાવતા આવ્યા છે. હવે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવામાં પ્રેમ ઓછો અને પીઅર પ્રેશર વધારે છે એટલે કે એક મિત્ર રિલેશનશિપમાં છે તો બીજો પણ તે સંબંધ ઇચ્છે છે.

  જોકે આજે લોકોની પ્રાથમિકતાઓ અને મહત્વાકાંક્ષાઓ અલગ થઈ ગઈ છે. તેથી સંબંધ માટે આદર્શ વ્યક્તિ શોધવી મુશ્કેલ બની જાય છે. તેથી જ ઘણા લોકો સિંગલ રહે છે. પરંતુ ચીનમાં એક એવું શહેર છે જ્યાં એક પણ માણસ સિંગલ રહેતો નથી. અહીં પુરુષોની એક નહીં, પરંતુ ત્રણ ગર્લફ્રેન્ડ (Chinese city where men have 3 girlfriends). હોય છે.

  અમે ચીનના ડોંગગુઆન શહેરની વાત કરી રહ્યા છીએ. ગુઆંગડોંગ પ્રાંતના આ શહેરમાં રહેતા લગભગ દરેકની એકથી વધુ ગર્લફ્રેન્ડ છે. અને ઘણા લોકોની તો ત્રણ ગર્લફ્રેન્ડ હોય છે. ઇન્ડિપેન્ડન્ટ વેબસાઈટના અહેવાલ મુજબ, અહીં જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તેઓ શરમ અનુભવે છે. આ વસ્તુનું સૌથી મોટું કારણ અહીંનો સેક્સ રેશિયો છે.

  આ પણ વાંચો: શું છે Molnupiravir; કોરોના સામેની લડાઈમાં કેટલી અસરકારક?

  પુરુષો કરતાં ઓછી છે મહિલાઓ

  ડેઇલી મેઇલ વેબસાઇટના 2015ના અહેવાલ મુજબ શહેરમાં દર 100 મહિલાઓમાં 89 પુરુષો છે. આ વસ્તી અસમાનતા પુરુષો માટે ગર્લફ્રેન્ડ મેળવવાનું સરળ બનાવે છે, પરંતુ મહિલાઓમાં બોયફ્રેન્ડ બનાવવા માટે છોકરાઓનો અભાવ હોય છે. news.com એયુ સાથે વાત કરતાં એક વ્યક્તિએ કહ્યું હતું કે શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છે. જ્યારે અહેવાલો અનુસાર ફેક્ટરીના કામદાર લી બીને જણાવ્યું હતું કે તેની 3 ગર્લફ્રેન્ડ છે અને તે ત્રણેય એકબીજાથી વાકેફ છે. લી ઉપરાંત પણ લોકોની એકથી વધુ ગર્લફ્રેન્ડ્સ છે.

  આ પણ વાંચો: Honda સિવિક સુરક્ષામાં ખરી ઉતરી, ASEAN NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું

  બોયફ્રેન્ડનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે મહિલાઓ

  તમને જણાવી દઇએ કે આ શહેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે જાણીતું છે. ફેક્ટરીઓમાં ઘણી છોકરીઓ કામ કરે છે. લોકો કહે છે કે તેઓ સરળતાથી મિત્રો મેળવે છે કારણ કે તેઓ પોતે બોયફ્રેન્ડની શોધમાં છે. મિરર વેબસાઈટના એક અહેવાલ મુજબ કેટલીકવાર મહિલાઓ બોયફ્રેન્ડ બનાવવા માટે તેમનો ખર્ચો ઉઠાવવા પણ તૈયાર હોય છે.
  Published by:Riya Upadhay
  First published: