Chinese માલ બેકાર! 330 ફુટની ઊંચાઈ પર તૂટી ગયો કાચનો બ્રિજ, દુર્ઘટનાના દૃશ્યો Viral

90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ચીનના પ્રચલિત પર્યટન સ્થળનો કાચનો બ્રિજ તૂટી ગયો, એક વ્યક્તિનો માંડમાંડ બચ્યો જીવ

90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ચીનના પ્રચલિત પર્યટન સ્થળનો કાચનો બ્રિજ તૂટી ગયો, એક વ્યક્તિનો માંડમાંડ બચ્યો જીવ

  • Share this:
    નવી દિલ્હી. ચીનનો માલ (Chinese Products) ખૂબ બેકાર હોય છે, આ વાત સૌ કોઈ જાણે છે. આ દરમિયાન હવે ચીનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચીનના Longjing શહેરમાં Piyan માઉન્ટન પર બનેલા એક કાચના બ્રિજ (China Glass Bridge)માં અચાનક તિરાડો પડી ગઈ. આ બ્રિજ પર્યટકોના આકર્ષણનું કેન્ર્દ છે. આટલી ઊંચાઈ પર કાચના બ્રિજ પર ઊભા રહીને નીચેનો નજરો જોવા અદભૂત અનુભવ છે. પરંતુ થોડા દિવસો પહેલા જ્યારે પર્યટકો આ બ્રિજ પર ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમાં તિરાડો પડી ગઈ.

    ડરથી ધ્રૂજતા વ્યક્તિની તસવીર સામે આવી

    આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીરમાં ધ્રૂજતી વ્યક્તિ દેખાઈ રહી છે. કાચનો બ્રિજ તૂટી ગયો છે. હકીકતમાં અચાનજ જ 90 માઇલ પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવા લાગ્યો. તેના કારણે બ્રિજ ફંગોળાવા લાગ્યો અને કાચ તૂટી ગયા. મામલો શુક્રવારનો હોવાનું કહેવાય છે. દુર્ઘટના પહેલા બ્રિજ બિલકુલ કાચથી ઢંકાયેલો હતો અને પર્યટકો તેની પર ફરતાં જોવા મળી રહ્યા હતા.

    આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

    ચીનની નેટવર્કિંગ સાઇટ પર વાયરલ

    ચીનમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો બ્લોક છે. એવામાં આ દુર્ઘટનાની તસવીરો ચીનન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સામે આવી. દુર્ઘટના બાદથી વીડિયોને લગભગ 40 લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. Straits Times મુજબ, દુર્ઘટના સમયે બ્રિજ પર એક વ્યક્તિ હાજર હતો. તે ઘણો ડરી ગયો હતો. જોકે તેને ફાયરફાઇટર્સ, પોલીસ અને અન્ય વર્કર્સે ગાઇડ કરી સુરક્ષિત બચાવ્યો. બાદમાં તે વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું.


    આ પણ વાંચો, સુહાગરાત સમયે દુલ્હને કહ્યું- ‘પેટમાં દુખાવો થાય છે’, ત્યારબાદ જે થયું તે જાણીને હોશ ઊડી જશે

    તસવીરો ટ્વીટર ઉપર પણ કરી શૅર

    ચીની સાઇટ વીબોથી આ ઘટનાનો સ્ક્રીનશોટ અન્ય સાઇટ્સ ઉપર પણ શૅર કરવામાં આવી છે. ટ્વીટર પર એક યૂઝરે બ્રિજની દુર્ઘટના પહેલાની અને બાદની તસવીરો શૅર કરી છે. તે વાયરલ થયા બાદ લોકોએ તેની પર અનેક કોમેન્ટ્સ કરી. અનેક લોકોએ લખ્યું કે ચાઇનીઝ માલ પર કેટલો વિશ્વાસ કરી શકાય! આવું તો થવાનું જ હતું. નોંધનીય છે કે, ચીનમાં કાચના બ્રિઝ ખૂબ લોકપ્રિય છે. આ બ્રિજ ઉપરાંત ચીનના હુનાનમાં પણ કાચનો બ્રિજ ખૂબ લોકપ્રિય છે, જે 430 મીટર લાંબો છે. 6 મીટર પહોળા આ બ્રિજને બે ઘાટીની વચ્ચે બનાવવામાં આવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: