માતાના ગળામાં સાઇકલનું લૉક મારીને કોડ ભૂલી ગયો તોફાની બાળક, પોલીસે મહામહેનતે તોડ્યું!

બાળકે માતાના ગળામાં લૉક લગાવી દીધું

ચીન (China) માં એક ચાર વર્ષના તોફાની બાળકો માતાના ગળામાં સાઇકલનું લૉક (Bicycle lock) લગાવી દીધું હતું. માતાને બાળક મજાક કરી રહ્યાનું લાગ્યું હતું. લૉક લગાવ્યા બાદ બાળક લૉક કોમ્બિનેશન (Lock Combination) ભૂલી ગયો હતો.

 • Share this:
  બેઇજિંગ: બાળકોની શેતાની હરકતો વિશે તો શું કહેવું? અનેક વખત તેમની હરકતો મસ્તીભરી હોય છે તો ક્યારેક તે માતાપિતા માટે આફત બની જાય છે. ખાસ કરીને બાળક જો તોફાની (Naughty Child) હોય તો તેના માતાપિતાએ ખૂબ સહન કરવું પડે છે. ચીન (China)માં તાજેતરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક બાળકે પોતાની સાઇકલનું લૉક (Bicycle Lock) કાઢીને પોતાની માતાના ગળામાં ફીટ કરી દીધું હતું. જે બાદમાં બાળક લૉકનો પાસવર્ડ ભૂલી (Child Forgets Lock Combination) ભૂલી ગયો હતો. જેના પગલે માથાનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.

  આ બનાવ ચીનના જિયાંગશૂ વિસ્તાર (Jiangsu Province)ની છે. અહીં ચાર વર્ષના બાળકે તેની સાઇકલનું યૂ-શેપનું લૉક કાઢ્યું હતું અને પોતાની માતાના ગળામાં ભરાવી દીધું હતું. એ વખતે માતા ઘરની સફાઈ કરી રહી હતી. માતાને સહેજ પણ અંદાજ ન હતો કે દીકરો ગળામાં લૉક ભરાવી દેશે. માતાને પહેલા તો લાગ્યું કે દીકરો મજાક કરી રહ્યો છે. હકીકતમાં માતાને લૉક કોડ ખબર હતો. જોકે, તોફાની બાળકે આ કોમ્બિનેશનલ કોડ બદલી નાખ્યો હતો.

  માતા ટોઇલેટ ક્લિનિંગ કરી રહી હતી ત્યારે બાળકે તેના ગળામાં લૉક નાખી દીધું હતું. જ્યારે માતાએ જૂના કોમ્બિનેશન સાથે લોક ખોલવાનો પ્રયાસ કર્યો તો લોકો ખુલ્યું ન હતું. તેને બિલકુલ અંદાજ ન હતો કે દીકરાએ કોડ બદલી નાખ્યો છે.

  એટલું જ નહીં, બાળક લૉક કોમ્બિનેશન પણ ભૂલી ગયો હતો. આથી મહિલાએ મદદ માટે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. જે બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો અને તેમણે ખૂબ મહેનત પછી લોકના વાયરને કાપી નાખ્યો હતો. મહિલાના ગળાના આસપાસ રૂમાલ વીંટીને લોકને કાપવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો: સાપુતારા : અકસ્માતનો દિલધડક Live Video, કાર રિવર્સમાં ફંટાઈ, મહિલા-બાળક જીવ બચાવવા કૂદ્યા

  સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

  મહિલાના ગળામાં સાઇકલનું લૉક ફસાયું (Child Puts Bicycle Lock Around Mother’s Neck) હોવાનો અને તેને કાપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બાળકોને તેમની સીમા વિશે શીખવવા અંગે માતાપિતાએ ખૂબ મહેનત કરવી પડશે. એક યૂઝર્સે તો એવું પણ લખ્યું કે, બાળક પર કોઈ જ નિયંત્રણ ન રાખવાનું આ પરિણામ છે. આને જોઈને હસવાની નહીં પરંતુ શીખ લેવાની જરૂર છે, જેથી આમંત્રણ વગરની મુસિબત ફરીથી ઘરે ન આવે.
  Published by:Vinod Zankhaliya
  First published: