ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’

News18 Gujarati
Updated: July 8, 2020, 1:24 PM IST
ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’
(તસવીર સાભારઃ વીડિયો ગ્રેબ/ટ્વિટર)

વીડિયોના અંતમાં ચિમ્પાન્ઝી સિંહ બાળ પર વરસાવ્યો અપાર પ્રેમ, સોશિયલ મીડિયા પર વાયરલ

  • Share this:
નવી દિલ્હીઃ જો એવો સવાલ પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વધુ વ્હાલો સંબંધ કોનો હોય છે તો તેનો એક જ જવાબ હશે, માતા-સંતાનનો સંબંધ. માતા આ દુનિયામાં પોતાના સંતાનોને કોઈ સ્વાર્થ વગર પ્રેમ કરે છે. જો માતા છે તો મમતા છે, મમતા છે તો સંતાનોની ચિંતા છે, પ્રેમ છે, વ્હાલ છે અને આદર સન્માન છે. એક આવો જ પ્રેમ અને વ્હાલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં માતા ચિમ્પાન્ઝી અને બાળ સિંહ (Chimpanzee feeds lion baby milk) નો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ચિમ્પાન્ઝી બાળ સિંહને પ્રેમથી દૂધ પીવડાવે છે ઉપરાંત તેને એવો પ્રેમ કરે છે જાણે તે પોતાનું બચ્ચું છે.

આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદા અને પ્રિયંકા શુક્લાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં પ્રિયંકાએ કેપ્શન લખ્યું, માતા અને તેની સાથે જ એક સ્માઇલવાળું ઇમોજી પણ એડ કર્યું છે. આપ પણ જુઓ આ પ્રેમભર્યો વીડિયો...

સિંહના બચ્ચાને ચિમ્પાન્ઝી દ્વારા આ રીતે પ્રેમ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ લોકો એક જ વાત કહી રહ્યા છે કે માતાની મમતા કોઈની પર વરસી શકે છે, તે સમયની મોહતાજ નથી હોતી.


આ પણ વાંચો, મરતાં પહેલા સિપાહીએ હાથ પર લખ્યો કારનો નંબર, હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

ટ્વિટર યૂઝર પ્રભાત પાઠકે આ વીડિયોને જોયા બાદ કહ્યું કે, માતામાં મમતા તમામ સંતાનો માટે બરાબર રહે છે ભલે સંતાન કોઈનું પણ હોય.


પીયૂષનું કહેવું છે કે પ્રાણીઓમાં પણ આ પ્રકારની માનવતા જોવા મળી શકે છે.


આ પણ વાંચો, ...જ્યારે પ્રેક્ટિસ દરિમયાના ફુટબૉલર પર ત્રાટકી વીજળી


આ વીડિયોને જોયા બાદ પ્રેરણાનો તો દિવસ જ સુધરી ગયો. તો તમે જણાવો આ વીડિયોને જોયા બાદ તમારા મનમાં શું વિચાર આવ્યા?
Published by: Mrunal Bhojak
First published: July 8, 2020, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading