લોકડાઉનમાં આવી રીતે કેરમ રમતા હતા બાળકો, આ Video જોઈને તમને આવી જશે મજા

News18 Gujarati
Updated: May 6, 2020, 4:00 PM IST
લોકડાઉનમાં આવી રીતે કેરમ રમતા હતા બાળકો,  આ Video જોઈને તમને આવી જશે મજા
કેરમ ગેમનો વાયરલ વીડિયોની તસવીર

લોકડાઉનની સ્થિતિમાં બાળકો ઘરે અલગ અલગ રીતે રમી રહ્યા છે. બાળકોનો કેરમ રમવાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ કેરમની ખાસ વાત એ છેકે આ રમતની કુકડીઓ બળકો પોતે જ છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉન (Lockdown)કરવામાં આવ્યું છે. અત્યારે દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જે 17 મે સુધી ચાલશે. આ દરમિયાન કોઈને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. એટલું જ નહીં સ્કૂલ કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બાળકો ઘરે અલગ અલગ રીતે રમી રહ્યા છે. બાળકોનો કેરમ (carrom game) રમવાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ કેરમની ખાસ વાત એ છેકે આ રમતની કુકડીઓ બળકો પોતે જ છે.

લોકડાઉનના પગલે છેલ્લા 40 દિવસમાં મોટાભાગનો સમય સ્કૂલ અને કોલેજો બંધ રહ્યા છે. લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવાના કારણે બાળકો ઘરમાં જ રમી રહ્યા છે. આવા જ કેટલાક બાળકોનું ગ્રૂપ કેરમ રમી રહ્યું છે. સોસિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ બાળકોએ જમીન ઉપર કેરમની ડિઝાઈન બનાવી હતી અને કેરમની કુકડીઓ બાળકો પોતે બન્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાળકોમાં એક બાળખ સ્ટ્રાઈકર બન્યું છે. અને કેટલાક બાળકો કુકડીઓ બનીને ઊભા છે. એક બાળક સ્ટાઈકર બનેલા બાળકને ધક્કો મારે છે અને સ્ટ્રાઈકર ગોટી બનેલા બાળકને ટકરાય છે. જેથી આ બાળક સીધું જ કેરમના કાર્નરમાં બનેલા ખાનામાં ચાલ્યું જાય છે.

ત્યારબાદ આ જ કામ બીજી તરફ ઊભો બાળક પણ કરે છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
First published: May 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading