શું એડલ્ટ સાઇટ વીડિયો ઓપન કરતાં પહેલાં વપરાશકર્તાની ઉંમર પૂછે છે? રિસર્ચમાં થયો ધડાકો

શું એડલ્ટ સાઇટ વીડિયો ઓપન કરતાં પહેલાં વપરાશકર્તાની ઉંમર પૂછે છે? રિસર્ચમાં થયો ધડાકો
પ્રતીકાત્મક તસવીર

મિરર દ્વારા પોર્નહબ અને Xvideosના હોમપેજ પરના 131738 વિડીયો પર રિસર્ચ થયું છે.

  • Share this:
દુર્હામ યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, પોર્નહબ સહિતની મોટાભાગની એડલ્ટ સાઈટ્સ પર દર્શાવવામાં આવતા અશ્લીલ વિડીયો ઉંમરની પુષ્ટી કર્યા વગર બતાવવામાં આવે છે. યુઝર વેબસાઈટ ઓપન કરતા જ ડાયરેક્ટ એડલ્ટ સાઈટ્સના પેજ પર જતા રહે છે, જેમાં એડલ્ટ વિડીયો ઉપલબ્ધ હોય છે.

મિરર દ્વારા પોર્નહબ અને Xvideosના હોમપેજ પરના 131738 વિડીયો પર રિસર્ચ થયું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 8 વિડીયોમાંથી એક વિડીયોમાં સેક્સયુઅલ વાયોલેન્સ દર્શાવવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમાં કેટલાક પાત્રો નશામાં અને ખૂબ જ નાની ઉંમરના જોવા મળ્યા હતા.આ વિડીયો ‘ગ્રોપ્ડ’, ‘ફોર્સ્ડ સેક્સ’ જેવા કી-વર્ડ સાથે ટેગ કરવામાં આવ્યા છે, જે વિડીયોમાં હિંસા થઈ હોવાનું સૂચન કરે છે. સંશોધનકર્તાઓએ 2017-18માં 6 મહિના સુધી એડલ્ટ વેબસાઈટના હોમપેજના પ્રતિકલાકે સ્ક્રીનશોટ લઈને અધ્યયન કર્યું છે.

દુર્હામ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લેર મેકગ્લિને જણાવ્યું કે આ એડલ્ટ વેબસાઈટમાં પંસદ કરવામાં આવેલ કન્ટેન્ટ પ્રથમવાર યૂઝર્સ માટે પ્રોબ્લેમેટીક છે. રિસર્ચમાં એ સવાલ ઊભો થાય છે કે ‘આટલી સરળતાથી પોર્ન વેબસાઈટ્સ પર અપરાધિક કન્ટેન્ટ કેવી રીતે બતાવી શકાય’.

પોર્નહબ અને Xvideosએ જણાવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર સેક્સ્યુઅલ વાયોલેન્સ પ્રતિબંધિત છે. પોર્નહબે તેના બચાવમાં જણાવ્યું છે કે રિસર્ચમાં જે પદ્ધતિ અપનાવવામાં આવી છે તે ખામીયુક્ત છે. કારણ કે તે કોન્સેન્સુઅલ કિંક અને સેક્સ્યુઅલ વાયેલેન્સ વચ્ચેનો ભેદ કરી શકતી નથી.

Xvideosએ રિસર્ચ કરવામાં આવેલા દાવાઓનું ખંડન કર્યું છે. Xvideosએ નિવેદન આપ્યું છે કે ગેરકાયદીય કન્ટેન્ટ અપલોડ કરવું પ્રતિબંધિત છે. જ્યારે પણ આ પ્રકારનું કન્ટેન્ટ ધ્યાનમાં આવે છે તો તેને દૂર કરવામાં આવે છે. તેમજ દરેક કાર્ય કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

અન્ય રિપોર્ટમાં પણ એડલ્ટ વિડીયોની પેટર્ન પર પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં કિશોરો સહિત અનેક યુવાઓનું કહેવું છે કે અન્ય વેબસાઈટ પર આ પ્રકારના વિડીયો સમસ્યા ઉત્પન્ન કરે છે.
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 14:09 pm

ટૉપ ન્યૂઝ