Home /News /eye-catcher /

આવી નોકરી તો બધાને ગમે, ચોકલેટ ટેસ્ટ કરો અને મહિને મેળવો 6.5 લાખનો પગાર! આવી રીતે કરો અરજી

આવી નોકરી તો બધાને ગમે, ચોકલેટ ટેસ્ટ કરો અને મહિને મેળવો 6.5 લાખનો પગાર! આવી રીતે કરો અરજી

કંપનીની LinkedIn પોસ્ટ અનુસાર પસંદ કરાયેલા ઉમેદવારો દર મહિને લગભગ 3500 પ્રોડક્ટ્સનું ટેસ્ટિંગ કરશે (પ્રતિકાત્મક તસવીર)

Chief Candy Officer - આ નોકરી માટે કોઈ વય મર્યાદા નથી, ઘરે બેઠા પણ આ નોકરી કરી શકો છો, અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ છે

ઘણા લોકો પોતાના મનગમતા ફિલ્ડમાં નોકરી (job)કરવા ઈચ્છે છે. તેઓ પોતાના પેશન મુજબ કામ કરે છે. જેથી તેમને નોકરીમાં વધુ મુશ્કેલી પડતી નથી. આવી સ્થિતિમાં આજે અમે ચોકલેટના શોખીનોને મીઠી મધ જેવી નોકરી અંગે જાણકારી આપી રહ્યા છીએ. આ નોકરી તમારી ડ્રીમ જોબ (dream job)હોઇ શકે છે. એક કંપની તમને કેંડી (candy)ખાવા લાખોની સેલેરી (salary)આપશે.

સ્વાદ માટે રિવ્યૂ આપવાનો રહેશે


સોશિયલ મીડિયા પર કેન્ડી ફનહાઉસ નામની કંપનીએ આ વેકેન્સીની જાહેરાત કરી છે. કેન્ડી ફન હાઉસ નામની કંપની કેન્ડી ખાવાનું પસંદ હોય તેવા કર્મચારીઓને રાખવા માંગે છે, કર્મચારીઓએ સ્વાદ માટે રિવ્યૂ પણ આપવાનો રહેશે. એટલે કે, કર્મચારીનું કામ Taste Tester નું રહેશે. આ કામ કરવા માટે કર્મચારીને 78 લાખ (વાર્ષિક) જેટલી સેલેરી મળશે. એટલે કે મહિનાના 6.5 લાખ રૂપિયા.

ઘરે બેઠા કરી શકો છો નોકરી


આ ઓનલાઈન રિટેલ કંપની કેનેડા સ્થિત છે. કંપની કર્મચારીઓને સમગ્ર વર્ષ દરમિયાન કેન્ડી ખાવા માટે 78 લાખનો પગાર આપશે. કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહેલી આ પોસ્ટનું નામ 'ચીફ કેન્ડી ઓફિસર' છે. કર્મચારીને નોકરી માટે ઓફિસ પણ નહીં જવું પડે, તેઓ ઘરેથી જ આ કામ કરી શકે છે. કંપનીની LinkedIn પોસ્ટ અનુસાર પસંદ કરાયેલા ઉમેદવારો દર મહિને લગભગ 3500 પ્રોડક્ટ્સનું ટેસ્ટિંગ કરશે.




આ પણ વાંચો - લગ્નના દિવસે વરરાજાને દૂલ્હન પર થઇ શંકા, કરી નાખી ક્રૂર હત્યા

નોકરી માટે શું છે લાયકાત ?


સીએનબીસીના રિપોર્ટ મુજબ આ નોકરી માટે કોઈ વય મર્યાદા નથી. 5 વર્ષનું બાળક પણ આ નોકરી માટે અરજી કરી શકે છે. જોકે આ નોકરી માટે માતાપિતાની પરવાનગી જરૂરી છે. વધુમાં અરજદાર ઉત્તર અમેરિકાનો રહેવાસી અને કેન્ડીપ્રેમી-ચોકલેટ લવર હોવો આવશ્યક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ છે.

કેન્ડી ફનહાઉસના સીઈઓ અનુસાર તેમને આ જાહેરાત પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા લોકો તેમને નોકરી માટે અરજીઓ મોકલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ જોબ ઓફરિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અહી ઉલ્લેખનીય છે કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ દ્વારા જારી કરાયેલ આહાર માર્ગદર્શિકા અનુસાર આ નોકરીમાં કર્મચારીએ દૈનિક નિર્ધારિત માત્રા કરતાં પાંચ ગણી વધુ ખાંડનું સેવન કરવું પડી શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Job, Job Alert, Job News, OMG News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन