નવી દિલ્હી: શું તમે ચિકનના સૌથી મોટા દીવાના છો? જો હોય, તો તમે કેટલા દિવસ સુધી ચીકનના મેનુ બદલીને ચિકનની ડિશિઝ ખાધી છે. એક તમારાથી પણ વધારે ચિકનનો દીવાનો છે. જેણે 450 દિવસમાં માત્રને માત્ર ચીકન જ ખાધુ છે.
આ વ્યક્તિએ સપ્ટેમ્બર 2017થી ચિકન સાથે ચોખા ખાવાની આ સફરને શરુ કરી હતી ત્યારથી અત્યાર સુધી આ વ્યક્તિ દરરોજ તેના ખોરાકની તસવીર બદલતો રહ્યો. આ ડિસ તેમાથી એક છે.
ક્યુયે પેંગન નામનો આ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટ્રગ્રામ પર રોજ બનાવેલા ચીકનની એક તસવીર મૂકે છે. અત્યાર સુધી, 11 હજારથી વધુ લોકોએ તેમના પેઇઝને અનુસરે છે. ફક્ત આટલું જ નહીં, આ વ્યક્તિ પોતાને 'ji fan fan' કહે છે, જેનો અર્થ છે ચિકન રાઇસ ફેન.
આ વ્યક્તિ લગભગ 1 લાખ 37 હજારનું ચિકન ખાઇ ચુક્યો છે. આ વ્યક્તિને એક ચાહકે કોમેન્ટ બૉક્સમાં પૂછ્યું કે, અત્યાર સુધી તમે કેટલું ચિકન ખાધું છે? જવાબમાં, 2 હજાર ડોલરથી વધુ.
ચિકન સાથે આ શખ્સને એટલો પ્રેમ છે કે તેને 362 દિવસ એટલે કે દરરોજ ચિકન ખાવાની આદત પડી ગઇ છે. તેને તેના બર્થડે પર પણ ચિકન બનાવ્યું અને ફોટો પોસ્ટ કર્યો.