OMG! સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ શખ્સે બનાવ્યું Chicken Church, રાત્રે સપનામાં જોઈ હતી આવી વસ્તુ
OMG! સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ શખ્સે બનાવ્યું Chicken Church, રાત્રે સપનામાં જોઈ હતી આવી વસ્તુ
સપનામાં આવ્યા ભગવાન, ઉઠતાની સાથે જ શખ્સે બનાવ્યું Chicken Church
ઈન્ડોનેશિયા (Indonesian)માં એક વ્યક્તિએ સપનું જોયું અને બનાવી દીઘો સપનાનો ભૂતિયા મહેલ. જી હા, ડેનિયલ આલમસ્જાહ (Daniel Alamsjah)ના કહેવા પ્રમાણે ભગવાન તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને પક્ષી જેવા દેખાતા ચર્ચનું નિર્માણ કરવાનું કહ્યું. જે બાદ ડેનિયલ્સે ચિકેન ચર્ચ (Chicken Church) બનાવ્યું હતું. હવે તેને ભૂતિયા બંગલો કહેવામાં આવે છે.
સપનાના મહેલ (Dream House)ને સજાવવાનું અનેક વખત જોવા મળ્યું છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને સપનાનું ભૂત મહેલ બનાવતા જોયા છે? ના, તો ચાલો આજે તમને એક ભૂતિયા મહેલ (Haunted church) બતાવીએ જેને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. પરંતુ વર્ષો પછી પણ તે અધૂરું છે. તેની યુએસપી (USP) તેનો નકશો અને દેખાવ છે. અને આ વિશેષતા તેના માટે પણ અભિશાપ બની ગઈ.
ઇન્ડોનેશિયામાં ગાઢ જંગલો વચ્ચે બનેલા ચર્ચમાં ધર્મના નામે કોઇ જતું નથી. પરંતુ હા, તેના અલગ આકારને કારણે આસપાસના વિસ્તારમાં તે ચર્ચાનો વિષય બની રહે છે. ડેનિયલ આલમસ્જાહે તેને તમામ ધર્મોના લોકોના સાઘના માટેના કેન્દ્ર તરીકે બનાવ્યું હતું, પરંતુ તેનો હેતુ પૂરો થઈ શક્યો નહીં. જો કે હવે તે એક ખંડેર જેવી બની રહી છે.
ચર્ચ બની ગયું 'ભૂત બંગલો'
ભૂતિયા મહેલને ભૂત્યા ચર્ચ તરીકે ઓળખાય છે. લોકો તેને જોવા પણ જાય છે. પણ અહીં ભગવાનનું સ્મરણ કરવા કોઈ આવતું નથી. તે ક્યારેય પૂજા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું નથી. કારણ કે આ ચર્ચ ક્યારેય પૂર્ણ થયું ન હતું.
તેનું બાંધકામ અધૂરું છોડી દેવું પડ્યું. તો વર્ષો સુધી અર્ધ-નિર્મિત હોવાને કારણે, તે ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી રહ્યું છે, તેથી જ લોકો હવે તેને હોન્ટેડ ચર્ચ કહે છે. ચર્ચની ડિઝાઇન ચિકેન જેવી છે. બધી બાજુથી તેને એવિયન ડિઝાઇનની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. આ પણ એક મોટું કારણ છે કે લોકોએ આ બિલ્ડિંગને ક્યારેય ગંભીરતાથી લીધી નથી.
સપનામાં ભગવાને કહ્યું અને બનાવી દીઘુ ચિકન ચર્ચ
ડેનિયલ આલમ્સજાહના જણાવ્યા અનુસાર, સ્વપ્નમાં એક દિવસ ભગવાન પોતા આવ્યા અને તેમને પક્ષીના આકારનું ધાર્મિક સ્થળ (Avian design) બનાવવાનું કહ્યું. જે એક ઉંચી ટેકરી પર સ્થાપિત હોય. દેવની આજ્ઞાનું પાલન કરીને ડેનિયલ તરત જ તેનું નિર્માણ કરવા માગતો હતો, પણ તે એક ઉચ્ચ અને શાંત સ્થળની શોધમાં હતો.
ત્યારબાદ 1990ના દાયકામાં જાવા ટાપુ (Island of Java)એ મગલાંગના જંગલ (Magelang jungle)ની અંદર એક નિર્જન વિસ્તારમાં એક ઊંચી ટેકરી પર ચિકન ચર્ચ (Chicken Church) બનાવવાનું શરૂ કર્યું. પરંતુ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા, પૈસાની તંગીના કારણે ચર્ચનું બાંધકામ વચ્ચે જ બંધ કરવું પડ્યું હતું. ચિકન ડિઝાઇન ચર્ચને પગલે વિસ્તારના લોકો તેના પર હસે છે, તેની મજાક ઉડાવે છે. આ ચિકેન ચર્ચને તેનું ગંતવ્ય સ્થાન ન મળી શક્યું હોવા છતાં, તે તેની અનન્ય ડિઝાઇનને કારણે સ્મારકના રૂપમાં માનવ સર્જનાત્મકતા (monument to human creativity)નું એક અજોડ મોડેલ છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર