ભારતના આ ગામમાં ભાઈ-બહેનની સાથે કરે છે લગ્ન

News18 Gujarati
Updated: March 4, 2018, 4:53 PM IST
ભારતના આ ગામમાં ભાઈ-બહેનની સાથે કરે છે લગ્ન

  • Share this:
દુનિયાના દરેક દેશમાં લગ્નની પરંપરાઓ એકબીજાથી હંમેશા અલગ હોય છે. દરેક જગ્યાએ એક વસ્તુ છે જે કોમન હોય છે સંગીત, ધમાલ મસ્તી અને વરરાજા જાન લઈને આવે અને પોતાની દુલ્હનને લઈ જાય . પરંતુ આપણે જે લગ્નની આજે વાત કરવાના છે તે સાંભળીને તમે હેરાન થઈ જશો.

છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં ધુરવા જનજાનિતાના લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. જેને કારણે આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આપણને અજીબ લાગતી માન્યતાનું પાલન કરવામાં આવે છે.

ભાઇ –બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. બદલાતા સમયની સાથે છોકરાના લગ્ન હવે 21 વર્ષ અને છોકરીઓના લગ્ન 18 વર્ષે કરી રહ્યાં છે.
First published: March 4, 2018, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading