નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic) દરમિયાન અનેક લોકો દરરોજ સંક્રમિત થઈ રહ્યાં છે. મહામારી સામે શસ્ત્ર તરીકે રસીકરણ (Corona vaccination) જ અત્યારે સૌથી સચોટ ઉપાય છે. આવી સ્થિતિમાં અનેક લોકો એવા પણ છે, જેઓ રસી મૂકાવતા ખચકાય છે. આવી સ્થિતિમાં રસીકરણને પ્રોત્સાહન મળે તે માટે અલગ-અલગ જગ્યાએ પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં છત્તીસગઢ ખાતે લોકો રસી મૂકાવે તે માટે વિનામૂલ્યે ટમેટા (Tomato) આપવાની યોજના ઘડી કાઢવામાં આવ્યો છે. અહેવાલો મુજબ છત્તીસગઢના બિજાપુર જિલ્લા (Bijapur district- Chhattisgarh)માં જે લોકો રસી મૂકવા આવે તેમને બે કિલો ટામેટા ભેટ આપવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ રસીકરણને વધુ વેગવંતુ બનાવવાનો છે.
બીજાપુરના દવાખાનાઓમાં વહિવટી વિભાગ કોરોના રસીને લઈને આ રણનીતિ અપનાવી રહ્યા છે. જિલ્લા અધિકારી પુરુષોત્તમ સલ્લુર દ્વારા ANIને જણાવાયું હતું કે, જિલ્લામાં જે લોકો રસી મૂકાવે છે, તેમને વિનામૂલ્યે ટામેટા આપવામાં આવે છે. અમે શાકભાજીના વિક્રેતાઓને આ માટે અરજી કરી હતી. તેઓ પોતાના સ્ટોક મહાનગરપાલિકાને આપે છે. આ પ્રયત્નો અત્યારે સાર્થક ઠરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ વર્તમાન સમયે એક કિલો ટામેટાનો ભાવ રૂ. 40 છે. ત્યારે વિનામૂલ્યે ટમેટા આપવાની પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા માટે લોકો જિલ્લાના દવાખાનાઓમાં લાઇનો લગાવે છે.
હાલ દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. કોરોનાની બીજી લહેરમાં ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. આંકડા મુજબ દર કલાકે 10,000 કોરોનાના કેસ અને 60 લોકોનાં મોત ચોપડે નોંધાય છે. આ આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલા છે.
રસીકરણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ કોરોના રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી પહેલી મેથી આ નિર્ણયનો અમલ થશે. બીજી તરફ ખાનગી દવાખાનાઓ અને રાજ્ય સરકારો સીધા ઉત્પાદકો પાસેથી પણ રસી ખરીદી શકશે.
દેશમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 2020 લોકોનાં મોત
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે (Coronavirus second wave) દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત (Coronavirus India) થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોત (Death)નો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.
દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર