દારૂ ભરેલી ટ્રક પલટી તો પોલીસની હાજરીમાં જ લોકો બોટલો લૂંટીને ભાગ્યા, જુઓ Video

પોલીસ લાઠીઓ વરસાવતી હતી છતાંય લોકો દારૂની બોટલો લૂંટતા રહ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

પોલીસ લાઠીઓ વરસાવતી હતી છતાંય લોકો દારૂની બોટલો લૂંટતા રહ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

  • Share this:
    મનીષ મિશ્રા, કવર્ધાઃ કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉન (Lockdown) બાદ લોકો પોતાના ઘરોમાં કેદ રહેવાનું વધુ પસંદ કરે છે. સંક્રમણના ડરથી બહાર જવાનું લોકો ટાળે છે. છત્તીસગઢ (Chhattisgarh)માં તો કોરોના સંક્રમણની ઝડપને જોતાં અનેક સ્થળે ફરીથી લૉકડાઉન ફરી લાગુ કરી દેવામાં આવ્યો છે. એવામાં જો ક્યાં મફતનો દારૂ (Liquor) મળવાની જાણ થાય તો લોકોનું ધૈર્ય જવાબ આપી દે છે. છત્તીસગઢના કવર્ધા (Kawardha) માં આવું જ કંઈક જોવા મળ્યું. અહીં દારૂ ભરેલો એક ટ્રક પલટી ગયો, જ્યાં સુધી પોલીસ આવે ત્યાં સુધીમાં તો સ્થાનિક લોકો દારૂ લૂંટવા દોડી પડ્યા. ભીડ એટલી વધી ગઈ કે પોલીસને તેમની પર લાઠીઓ વરસાવવી પડી. હવે દારૂની બોટલોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    આ ઘટના કવર્ધાના રાયપુર-જબલપુર નેશનલ હાઇવે પર બની જ્યાં અચાનક ટાયર ફાટવાના કારણે દારૂથી ભરેલો એક ટ્રક પલટી ગયો. દુર્ઘટનામાં ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ છે. દુર્ઘટના બાદ તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ટ્રકમાં 250 પેટી દારૂ લોડ કરેલો હતો. હાઇવે પર ટ્રક પલટી ગયા બાદ દારૂની પેટીઓ રસ્તા પર વિખેરાઈ ગઈ. તેની જાણકારી મળતાં જ આસપાસમાં આવેલા ગામના લોકોમાં દારૂની બોટલો લૂંટવાની હોડ શરૂ થઈ ગઈ.


    આ પણ વાંચો, અયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ

    દારૂ લૂંટવા લોકો દોડી પડ્યા

    રસ્તાના કિનારે દારૂની બોટલો લૂંટવા માટે ગામના લોકો એક બીજા પર તૂટી પડ્યા હતા. સ્થાનિક લોકોમાંથી કોઈએ ટ્રક અકસ્માતની જાણ પોલીસને કરી દીધી. પરંતુ પોલીસ જ્યાં સુધી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા મોટી સંખ્યામાં લોકો દારૂની બોટલો લઈને પલાયન થઈ ગયા.

    આ પણ વાંચો, Honour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત

    પોલીસ લાઠીઓ વરસાવતી હતી છતાંય લોકો દારૂની બોટલો લૂંટતા રહ્યા

    જ્યારે પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા તો તેમને જોઈને ગામ લોકોને જરા પણ ડર લાગ્યો નહીં. પોલીસની હાજરીમાં પણ લોકો તો બોટલો લૂંટતા જ રહ્યા. આ દૃશ્ય જોઈને અંતે પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો અને હળવી લાઠીઓ વરસાવી. તેમ છતાંય પોલીસની લાઠીઓ ખાઈને પણ લોકોએ બોટલો લૂંટવાનો ઈરાદો છોડ્યો નહીં. પોલીસને ભીડને હટાવવામાં ઘણી મહેનત કરવી પડી. હવે પોલીસ મામલાની તપાસમાં લાગી છે કે ટ્રકમાંથી કેટલી બોટલો લોકોને લૂંટીને લઈ ગયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: