છતરપુર. મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) ઈન્દોરની ડાન્સિંગ ગર્લનો વિવાદ (Indore Dancing Girl Controversy) હજુ થમ્યો નથી કે હવે છતરપુરના (Chhatarpur) એક મંદિરમાં નાચી રહેલી યુવતીનો વીડિયો સામે આવ્યો છે. યુવતી ‘સેકન્ડ હેન્ડ જવાની’ (Second Hand Jawani), ‘માય હાર્ટ ગોઝ ઝૂમ-ઝૂમ’ સહિત અનેક ગીતો પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો સામે આવતા જ છતરપુરથી લઈને સમગ્ર રાજ્યમાં વિવાદ (Chhatarpur Viral Video) ઊભો થઈ ગયો છે. મંદિરના મહંત સહિત હિન્દુવાદી સંગઠનોએ યુવતીની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જોકે, News18 સાથેની વાતચીતમાં યુવતીએ માફી માંગી લીધી છે.
મળતી માહિતી મુજબ, વીડિયો બનાવનારી યુવતીનું નામ આરતી સાહૂ (Aarti Sahu Viral Video) છે. તે યૂટ્યૂબ વીડિયો ઇન્ફ્લુઅન્સર (YouTube Video Influencer) છે. તેણે આ વીડિયો જનરાય ટોરિયા મંદિરમાં બનાવ્યો છે. આરતી સાહૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને યૂટ્યૂબ પર તેના 25 લાખ ફોલોઅર્સ છે. હવે આ વીડીયો પર જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુવાદી સંગઠન પ્રશાસન પર કાર્યવાહી કરવાનું દબાણ કરી રહ્યા છે.
જનરાય ટોરિયા મંદિરના મહંત ભગવાન દાસનું કહેવું છે કે તેઓ વીડિયોનો વિરોધ કરે છે. આવા પ્રકારના લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. જોકે, જે સમયે વીડિયો ઉતારવામાં આવ્યો તે સમયે તેઓ મંદિરમાં નહોતા. તેઓ સાગર ગયા હતા. તેમણે કહ્યું કે, મંદિરોને બદનામ કરનારા લોકોની વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે. " isDesktop="true" id="1136580" >
વીડિયો સામે આવ્યા બાદ બજરંગ દળે પણ આ વીડિયો સામે આપત્તિ જાહેર કરી છે. સંગઠનના જિલ્લા સહ-સંયોજક સૌરભ ખરેએ કહ્યું છે કે હિન્દુ ધર્મમાં મંદિરો સામે ડાન્સ કરવો ક્યારેય સહન નહીં કરીએ. આ સંસ્કૃતિની વિરુદ્ધ છે. બજરંગ દળની દુર્ગા વાહિનીએ તેની ફરિયાદ પોલીસને કરી દીધી છે. બીજી તરફ, આરતી સાહૂએ News18ને કહ્યું છે કે જો મારા કારણે કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું માફી માંગું છું.
આવી જ રીતે ઈન્દોરના રસોમા ચાર રસ્તા પર 15 સપ્ટેમ્બરે શ્રેયા કાલરનો ફ્લેશ મોબ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. શ્રેયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થવા માટે બનાવ્યો હતો, પરંતુ યુવતી ટ્રોલ થઇ તો આ વીડિયો ટ્રાફિક વિભાગ પાસે પણ પહોંચી ગયો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર