ચેન્નાઈમાં આર્ટિફિશિયલ દાંતે લીધો મહિલાનો જીવ, પાણી પીતા સમયે ભૂલમાં દાંત ગળી જતાં મોત

પ્રતિકાત્મક તસવીર

ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ બને છે, જેના પર પહેલી નજરે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગે છે

  • Share this:
ચેન્નાઇ : ઘણી વખત આપણી આસપાસ એવી ઘટનાઓ બને છે, જેના પર પહેલી નજરે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગે છે. આપણી આસપાસ ઘણા લોકો દાંત ગળી જવા કે ગળામાં કે કાનમાં કંઇ ફસાઇ જવું જેવી ઘટનાઓના શિકાર બનતા હોય છે. આવા અમુક કિસ્સામાં લોકોના મોત પણ નીપજે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ચેન્નાઈ(Chennai)માં. ચેાન્નઈમાં એક મહિલા પાણી પીતી સમયે ભૂલથી પોતાનો આર્ટિફિશિયલ દાંત ગળી ગઇ હતી. જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સમગ્ર બનાવ ચેન્નાઈના રામપુરનો છે. જ્યાં એક 43 વર્ષીય એસ. રાજલક્ષ્મી(S. Rajlakshmi) નામની મહિલાએ પોરૂર વિસ્તારની એક હોસ્પિટલમાં પોતાની બત્રીસીમાં 3 નવા આર્ટિફિશિયલ દાંત લગાવ્યા હતા. પાણી પીતા સમયે રાજલક્ષ્મી તે ત્રણ દાંતમાંથી એક દાંત ભૂલમાં ગળી ગઇ હતી, જેના કારણે તેને ઉલ્ટીઓ થઇ અને તે બેભાન થઇ ગઇ હતી. તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી હતી. પરંતુ સ્કેનિંગ રિપોર્ટમાં કંઈ જ ન આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

આ પણ વાંચો - Success Story: રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઇકર્મી આશા બની RAS અધિકારી

જોકે બીજા દિવસે પણ રાજલક્ષ્મી પોતાના ઘરે બેભાન થઇ જતા ફરી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ રોયાલા નગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

રાજલક્ષ્મીના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે IPCની કલમ 174 (અપ્રાકૃતિક મોત) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઓરલ પેથોલોજીસ્ટનું કહેવું છે કે નકલી દાંત ગળી જવાથી મૃત્યુ થવાની શક્યતા ત્યારે જ ઓછી હોય છે, જ્યારે તે માણસના શરીરની અંદર એર પાઇપ સુધી ન પહોંછે. આવા કેસમાં ટિશ્યૂ ડેમેજ થવાથી લોહી નીકળે છે અને તેનાથી મોત થઇ શકે છે.

બીજા એક બનાવમાં તાજેતરમાં જ બિહારના એક કિશોરે પોતાના મોઢામાંથી વધારાના 82 દાંત કઢાવવા માટે ઓપરેશન કરાવ્યું હતું, જે 3 કલાક સુધી ચાલ્યું હતું. 17 વર્ષીય નિતીશ કુમારના મોઢામાં દુર્લભ ટ્યૂમરના કારણે વધારાના દાંત ઉગવાની સમસ્યા સર્જાઇ હતી.

બિહારના અરાહ જીલ્લાનો નિતીશ છેલ્લા 5 વર્ષથી એક દુર્લભ ટ્યૂમર કોમ્પ્લેક્ષ ઓડોન્ટોમાથી પીડાઇ રહ્યો છે. પરંતુ સારવારના અભાવે તેની સ્થિતિ છેલ્લા થોડા વર્ષોમાં વધારે કફોડી બની હતી. યોગ્ય સારવાર અને આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા નિતીશ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ભટકતો રહ્યો અને અંતે તે પટનાના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
First published: