સંબંધ માટે 'સહકાર' ન આપતા બે પુરુષનાં ગુપ્તાંગ કાપી નાખ્યાં

News18 Gujarati
Updated: June 13, 2019, 12:10 PM IST
સંબંધ માટે 'સહકાર' ન આપતા બે પુરુષનાં ગુપ્તાંગ કાપી નાખ્યાં
પ્રતિકાત્મકત તસવીર

મુનુસામી રેટેરી ફ્લાયઓવર બ્રિજ આસપાસ ફરતો રહેતો હતો અને રાત્રે બારમાંથી બહાર આવતા પુરુષોને લલચાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

  • Share this:
ચેન્નાઇ : પોલીસે અહીં એક 36 વર્ષના (હોમસેક્સ્યુઅલ) સમલિંગી વ્યક્તિની બે પુરુષોના ગુપ્તાંગ કાપી નાખવાના ગુનામાં ધરપકડ કરી છે. બંનેમાંથી એકનું મોત થયું છે. પોલીસના કહેવા પ્રમાણે મુનુસામી મનમદુરાઈનો રહેવાશી છે.

અધિક પોલીસ કમિશ્નર આર. દિનાકરને પત્રકારોને જણાવ્યું કે, મુનુસામીની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. મુનુસામીની ધરપકડ પહેલા પોલીસે 40 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.

પોલીસને રેટેરી ફ્લાયઓવર બ્રિજ નીચેથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું હતું. જોકે, યુવકનું થોડીવારમાં મોત થયું હતું. આ બનાવથી પોલીસ અને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોલીસ જ્યારે આ બનાવની તપાસ કરી રહી હતી ત્યારે તેને અન્ય એક યુવક આવી જ હાલતમાં મળી આવ્યો હતો. યુવક બેભાન હાલતમાં હતો તેમજ તે પણ ફ્લાયઓવર નીચેથી જ મળી આવ્યો હતો.

બે યુવક એક જગ્યાએથી મળી આવતા પોલીસે આ ગુનામાં કોઈ એક જ વ્યક્તિની સંડોવાયેલી હોવાનું અનુમાન લગાવ્યું હતું. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મુનુસામાની ધરપકડ કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે મુનુસામી તાજેતરમાં ચેન્નાઈ આવ્યો હતો, તેમજ માછલીની દુકાનમાં કામ કરે છે. મુનુસામીએ પોતે ગે હોવાનો તેમજ સહકાર ન આપવા બદલ બંને યુવકનાં ગુપ્તાંગ કાપી નાંખ્યાનો સ્વીકાર કર્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે આરોપીના લગ્ન થઈ ચુક્યા છે, તેમજ તે બે બાળકોનો પિતા છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, જો પીડિત વ્યક્તિઓએ તેને 'સહકાર' આપ્યો હોત તે બંને પર હુમલો ન કરતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મુનુસામીએ એક પીડિતનું ગુપ્તાંગ બ્લેડ વડે તો બીજાનું ગુપ્તાંગ દારૂની તૂટેલી બોટલથી કાપી નાખ્યું હતું. મુનુસામી રેટેરી ફ્લાયઓવર બ્રિજ આસપાસ ફરતો રહેતો હતો અને રાત્રે બારમાંથી બહાર આવતા પુરુષોને લલચાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
First published: June 13, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading