મનોહરસિંહ ઠાકુર, મહાસમુંદ. છત્તીસગઢ (Chhasttisgarh)ના મહાસમુંદના સાઇબર સેલ (Cyber Cell) અને ખલ્લારી પોલીસ (Police)એ ચમત્કારી સિક્કા (Miraculous Coin)ની લાલચ આપીને લોકો સાથે ઠગી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ આંતર-રાજ્ય ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી બ્રિટિશ કાળના બે સિક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે આકાશમાંથી ધન વર્ષા થશે? એક ચમત્કારી સિક્કો આપનું નસીબ બદલી દેશે? રાતોરાત કોઈ અમીર બની ગયું હોય? મહાસમુંદ પોલીસે સકંજામાં ફસાયેલા ચાલાક ઠગ આવી જ વાતો કહીને લોકોને પોતાની જાળમાં ફસાવીને શિકાર બનાવતા હતા.
ઠગોની આ ગેંગ કથિત ચમત્કારી સિક્કાની મદદથી લોકોને અમીર બનાવવાનું પ્રલોભન આપીને છેતરત હતા. એસપી. દિવ્યાંગ પટેલે જણાવ્યું કે, આરોપી હનુમાન છાપ સિક્કાથી અમીર બનાવવા અને રૂપિયાનો વરસાદ થવાની વાત કરી લોકોને શિકાર બનાવતા હતા. આરોપીઓ પાસેથી બે નંગ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હનુમાન છાપ સિક્કા, એક કાર અને બે મોટર સાઇકલ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
ટીમે દરોડા પાડ્યા
મહાસમુંદ એસપીએ આ મામલાનો ખુલાસો કરતાં જણાવ્યું કે, પોલીસને જિલ્લાના ઇમ્લીભાઠાના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો હનુમાન છાપ ચમત્કારી સિક્કો વેચવાની લાલચ આપીને ઠગી રહ્યા છે. ફરિયાદ મળતાં જ પોલીસની ટીમ બનાવીને ખલ્લારીની પાસે આરોપીઓને સિક્કા ખરીદવાના બહાને બોલાવીને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીના નામ સુરેશન દરિયા, વિષ્ણુ ચંદ્રાકાર, ટીમક સિંહ ઠાકુર, જિતેન્દ્ર પાલ અને વેદરામ ગાયકવાડ છે. આ આરોપી ઓડિશા, રાયપુર, મહાસમુંદ અને તેંદુકોનાના રહેવાસી છે.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે, સિક્કા, સોય, બ્લેડ અને ચોખાને પોતાની તરફ ખેંચવાનું રહસ્ય બતાવીને લોકો સાથે ઠગી કરતા હતા.એસપીએ જણાવ્યું કે, ઓડિશાના રહેવાસી સુરેશન સહિત અન્ય ચાર આરોપી બે-ચાર વાર મહાસમુંદ આવીને જૂના હનુમાન છાપ સિક્કાને ચમત્કારી બતાવીને રાતોરાત અમીર બનવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર