જવાને એક જ મંડપમાં પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, કારણ જાણવા જેવું

છત્તીસગઢમાં કંઈક એવું થયું કે દરેક લોકો આશ્ચર્ય થઇ ગયા. જશપુરના બગડોળ ગ્રામ પંચાયતમાં એક વિચિત્ર લગ્ન થયા. એક સીઆરપીએફ જવાને એક જ મંડપમાં બે લગ્નો કર્યા.

News18 Gujarati
Updated: May 21, 2019, 4:27 PM IST
જવાને એક જ મંડપમાં પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, કારણ જાણવા જેવું
જવાને એક જ મંડપમાં પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
News18 Gujarati
Updated: May 21, 2019, 4:27 PM IST
છત્તીસગઢમાં કંઈક એવું થયું કે દરેક લોકો આશ્ચર્ય થઇ ગયા. જશપુરના બગડોળ ગ્રામ પંચાયતમાં એક વિચિત્ર લગ્ન થયા. એક સીઆરપીએફ જવાને એક જ મંડપમાં બે લગ્નો કર્યા. આ લગ્નમાં એક છોકરી જવાનની ગર્લફ્રેન્ડ હતી તો બીજી તેની પત્ની હતી. આનો અર્થ છે કે સીઆરપીએફ જવાને પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે.

સીઆરપીએફ જવાન અનિલ પખરા જશપુરના રહેવાસી છે અને તેમની નોકરી વારાણસીમાં છે. તેઓ લગ્ન માટે ગામ આવ્યાં હતા, ચાર વર્ષ પહેલાં તેના લગ્ન પડોશી ગામની એક મહિલા સાથે થયાં હતા. ત્યારબાદ તે આંગણવાડી કાર્યકરના પ્રેમમા પડ્યા.

નિયમો અનુસાર સરકારી કર્મચારી માટે લગ્ન થયેલા હોવા છતા લગ્ન કરવા એ ગેરવર્તન તરીકે ગણવામાં આવે છે. ન્યૂ ઇન્ડિયા એક્સપ્રેસ સાથે વાત કરતા સીઆરપીએફના પ્રવક્તાએ કહ્યું - આ નિયમો વિરુધ્ધ છે. કોઈ કર્મચારી બે લગ્ન કરી શકે નહીં. અનિલ પખરા મુશ્કેલીમાં આવી શકે છે.

બગડોલ ગ્રામ પંચાયતના સરપંચ લલિત નાગેશે કહ્યું - 'મે મારી જીંદગીમાં પહેલી વાર આવા લગ્ન જોયા છે, જ્યાં એક વ્યક્તિએ એક સાથે બે મહિલાઓ સાથે 7 ફેરા લીધા છે. હોઈ શકે છે કે તે વ્યકિતએ બીજી પત્ની પર તેની ઇચ્છા પૂરી કરવા માટે દબાણ કર્યુ હશે. કારણ કે તેનું પહેલી પત્નીથી બાળક થતું ન હતું. ' તેમના લગ્ન પૂર્ણ રીતિ રિવાજથી થયા.

ગામ લોકો માને છે કે તેના આંગનવાડી વર્કર સાથે સંબંધો હતા. તેણે બીજા લગ્ન કર્યા છે. જશપુરના જ પત્રકાર રાજેશ પાન્ડેએ કહ્યું - 'જ્યારે પણ અનિલ ગામમાં રજાઓ પર આવતો હતો ત્યારે પત્ની કરતાં વધારે આંગણવાડી કાર્યકર સાથે રહેતો હતો. તેની પત્નીને પણ આ વાતની જાણ હતી. બાદમાં સીઆરપીએફ જવાને આંગણવાડી વર્કર સાથે લગ્ન કરી લીધા.'
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...