માતાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈને નીકળ્યો દુલ્હો, દુલ્હન અજાણ

News18 Gujarati
Updated: November 24, 2019, 3:56 PM IST
માતાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈને નીકળ્યો દુલ્હો, દુલ્હન અજાણ
હેલિકોપ્ટરમાં જાન લઈને નીકળેલા વરરાજાની તસવીર

ચંડીગઢમાં રહેનારા ઢિલ્લોએ પોતાની માતાની વરસો જૂની ઈચ્છા પૂરી કરવા માટે નાના ગામમાં પોતાના લગ્ન કરવા માટે મન બનાવી લીધું હતું. દુલ્હનને પણ જાણ ન્હોતી કે જાન હેલિકોપ્ટરથી આવશે.

  • Share this:
હનુમાનગઢઃ ચંદીગઢની (Chandigarh)એક મ્યુઝિક કંપનીના (Geetmp3) માલિકના લગ્નના (Marriage) પગલે રાજસ્થાનના (Rajsthan) હનુમાનગઢ (Hanumangarh) જિલ્લાના તલવાડ ઝીલ ગામની છેલ્લા બે-ત્રણ દિવસથી જોવા લાયક બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના માલિક કેવી ઢિલ્લો (Kv Dhillon)પોતાની માતાની ઈચ્છા પૂરી કરવા માટે ચંડીગઢથી પોતાના પૈતૃક ગામમાં લગ્ન કરવા પહોંચ્યા હતા.

માતાની ઈચ્છના પગલે ઢિલ્લોની જાન રવિવારે હેલિકોપ્ટરમાં (Helicopter) પટિયાલા રવાના થઈ હતી. ગામમાં હેલિકોપ્ટર લેન્ડિંગ અને લગ્નમાં નામચીન હસ્તિઓની હાજરીના પગલે ગામના લોકોમાં હેલિકોપ્ટર જોવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારે રાત્રે જાન દુલ્હનને લઈને પરત ફરશે અને સોમવારે ગામમાં જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં હિન્દી અને પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના અનેક પ્રસિદ્ધ કલાકા હાજર રહેશે.

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

ગામમાં લગ્ન, હેલિકોપ્ટરથી જાનની ઈચ્છા
હનુમાનગઢથી પટિયાલા જવા માટે જાન લઈને રવાના થયેલા ઢિલ્લોએ જણાવ્યું હતું કે, 'તેમની માતાની ઈચ્છા હતી કે, તેઓ ગામમાં લગ્ન કરે પોતાની દુલ્હનને હેલિકોપ્ટરમાં લઈને આવે. ચંડીગઢમાં રહેનારા ઢિલ્લોએ પોતાની માતાની વરસો જૂની ઈચ્છા પૂરી કરવા માટે નાના ગામમાં પોતાના લગ્ન કરવા માટે મન બનાવી લીધું હતું. પૈતૃક ગામમાં લગ્નની રસમો-રિવાજ પૂરા કરવા માટે રવિવારે હેલિકોપ્ટરથી જાન લઈને પટિયાલા રવાના થયા છે.'

આ પણ વાંચોઃ-OMG! ચોરીના ઇરાદે યુવતીએ એક નહીં બે નહીં નવ નવ જીન્સ પહેર્યા અને પછી ....આ પણ વાંચોઃ-17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, ખરીદી ઉપર ભારે છૂટ

દુલ્હનને જાણ ન્હોતી કે તે હેલિકોપ્ટરમાં સાસરી જશે
વરરાજાએ જણાવ્યું કે માતાની ઈચ્છાની ઈચ્છા અંગે સાસરી પક્ષને ખબર ન્હોતી. દુલ્હનને પણ જાણ ન્હોતી કે જાન હેલિકોપ્ટરથી આવશે. આ જ હેલિકોપ્ટરથી દુલ્હન પોતાની સાસરી પહોંચશે. આ દુલ્હન અને તેમના પરિવાર માટે પણ સરપ્રાઈઝ હશે.
First published: November 24, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading