Home /News /eye-catcher /Chanakya Niti: આવી સ્ત્રી પર ક્યારેય ભરોસો ન કરો! હોશિયારી વાપરીને ફસાવી દેશે, ચાણક્યની સમજવા જેવી વાત
Chanakya Niti: આવી સ્ત્રી પર ક્યારેય ભરોસો ન કરો! હોશિયારી વાપરીને ફસાવી દેશે, ચાણક્યની સમજવા જેવી વાત
આચાર્ય ચાણક્ય નીતિ
CHANAKYA NITI: આચાર્ય ચાણક્યને એક મહાન શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને રાજનેતા માનવામાં આવે છે. તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશ આજે પણ લોકોમાં લોકપ્રિય છે. જાણો સ્ત્રી અંગે તેમણે કરેલી મહત્વની વાત
આચાર્ય ચાણક્યએ જીવનમાં સફળ થવા માટે ઘણા રહસ્યમય રહસ્યો જણાવ્યા છે, જેને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આચાર્ય ચાણક્યએ તેમના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં માનવીએ કેવું વર્તન કરવું જોઈએ તે વિશે વિગતવાર ઉલ્લેખ કર્યો છે.
પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને રાજદ્વારી હતા આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યને એક મહાન શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને રાજનેતા માનવામાં આવે છે. તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશ આજે પણ લોકોમાં લોકપ્રિય છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં કહ્યું છે કે, જીવનમાં સફળ થવા માટે કેવા પ્રકારની સ્ત્રીઓ પર લોકોએ બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. જાણો મહિલાઓ વિશે શું માનતા હતા.
મોટા નખવાળા હિંસક પ્રાણીઓથી બચો :
- આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે મોટા નખવાળા હિંસક જીવોથી હંમેશા દૂર રહેવું જોઈએ, તેઓ ગમે ત્યારે તમારા પર હુમલો કરી શકે છે.
આ સિવાય આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જે નદીઓના તટ મજબૂત નથી તેવા નદીઓના કિનારે હંમેશા સાવધાન રહેવું જોઈએ. આ નદીઓ તેમની પ્રચંડ ગતિને કારણે તમને ગમે ત્યારે લઈ જઈ શકે છે તેથી જ નદીઓના કિનારે રહેતા લોકો હંમેશા બરબાદ થાય છે.
- આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં આગળ કહ્યું છે કે બળદ, હરણ વગેરે જેવા મોટા શિંગડાવાળા પ્રાણીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. આવા પ્રાણીઓનો મૂડ ગમે ત્યારે બદલાય છે અને તમને નુકશાન પહોંચાડી શકે છે.
આ સાથે ચંચળ સ્વભાવની મહિલાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. આવી મહિલાઓ પોતાની હોશિયારીને કારણે ક્યારેક તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
- આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે રાજા સાથે જોડાયેલા શાહી સેવકો અને રાજ પરિવાર સાથે જોડાયેલા લોકો પર પણ ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. આવા લોકો રાજાના કાન ભરીને તમને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે અથવા તમારા કામમાં અડચણ ઉભી કરાવી શકે છે.
ચાણક્ય નીતિ અનુસાર કોઈ પણ પુરુષે લોભી સ્ત્રી પર વિશ્વાસ ન કરવો જોઈએ. ચાણક્ય કહે છે કે પૈસા, સંપત્તિ, ઘરેણાં, મકાન, સુખ અને સેક્સની લાલસામાં પુરૂષની પાસે આવતી સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. સમય અને સંજોગો બદલાય ત્યારે સ્ત્રી દગાબાજ સાબિત થઈ શકે છે. તેથી આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ.
ધર્મમાં ઓછી શ્રદ્ધા ધરાવતી સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.
આચાર્ય ચાણક્ય અનુસાર સ્ત્રીમાં લોભની લાગણી ખૂબ જ ખતરનાક હોય છે. તે માત્ર ઘરની શાંતિને જ ખલેલ નથી પહોંચાડતી, પરંતુ કેટલીકવાર આખા પરિવારના વિનાશનું કારણ પણ બની જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર