કસ્ટરમે ડિલિવરી બોયને કહ્યું, મારી સાથે આવું કર નહીં તો આપીશ ખરાબ રેટિંગ

ફૂડ ડિલિવરી બોયને ધમકાવનાર ચાઇનીઝ યુવક

ચીનના નાંચાંગ શહેરમાં એક વ્યક્તિ ફૂડ ડિલિવરી બોય સાથે સંબંધ બનાવવા માટે ધમકાવવું ભારે પડ્યું હતું.

 • Share this:
  ચીનના નાંચાંગ શહેરમાં એક વ્યક્તિ ફૂડ ડિલિવરી બોય સાથે સંબંધ બનાવવા માટે ધમકાવવું ભારે પડ્યું હતું. ડિલિવરી બોયે આ વ્યક્તીની શરમજનક હરકત વિશે પોતાના બોશને જણાવ્યું હતું. બોસને એ વ્યક્તિને સબક શિખવાડવા માટે એવું કર્યું કે ત્યારબાદ તેના હોશ ઉડી ગયા.

  એ વ્યક્તિએ મોબાઇલથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યું હતું. ત્યારબાદ એ ફૂડ ડિલિવરી બોયના નંબર ઉપર મેસેજ કરીને તેની સાથે સેક્સ કરવાની વાત કરી હતી. શખ્સે કહ્યું કે જો એ આવું નહીં કરે તો તે એનો ખરાબ રિવ્યુ અને રેટિંગ આપશે. એટલું જ નહીં તે ડિલિવરી બોયને આ કામના પૈસા પણ આપવા તૈયાર છે.

  ડિલિવરી બોયે એ વ્યક્તિની ખરાબ વાતો માનવા માટે ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેણે આ બધી વાતો પોતાના બોસને જણાવી હતી. બોસે આ મામલો પોતાના હાથમાં લીધો હતો અને ડિલિવરી બોય અને અન્ય કર્માચરીઓને તૈયાર કર્યા હતા. બધી જ તૈયારીઓ સાથે તેના ઘરે પહોંચ્યા હતા.

  ડિલિવરી બોયે દરવાજો ખટખટાવ્યો. અંદરથી અવાજ આવ્યો કે દરવાજો ખુલ્લો છે અંદર આવી જાઓ. ત્યારબાદ બધા એક સાથે દરવાજાની અંદર દાખલ થઇ ગયા હતા. અંદર કપડા વગર નગ્ન હાલતમાં તે બેડમાં પડેલો હતો. જ્યારે ડિલિવરી બોયની સાથે આટલા બાદ લોકોને જોતા તે ચોંકી ગયો અને ફટાફટ બેડશીટ ઉઠાવીને પોતાનું શરીર ઢાંકવા લાગ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો.

  ડિલિવરી બોયના બોસે એ વ્યક્તિને કહ્યું કે, મને લાગ્યું કે એક એકલો માણસ તને સંતુષ્ટ નહીં કરી શકે. એટલા માટે અમે બધા લોકો સાથે આવ્યા. તને ડિવિવરી બોયને ધમકાવવું આસાન લાગ્યું તું જા અને ખરાબ રિવ્યું લખ હું તારા પગ તોડીશ.
  Published by:Ankit Patel
  First published: