ચાય વાલી ચાચી': 33 વર્ષથી માત્ર ચા પીને જીવે છે મહિલા

News18 Gujarati
Updated: May 10, 2019, 3:22 PM IST
ચાય વાલી ચાચી': 33 વર્ષથી માત્ર ચા પીને જીવે છે મહિલા
પ્રતિકાત્મક તસવીર

કેટલીએ હોસ્પિટલો ગયા, કોઈ પણ ડોક્ટર આ સ્થિતિનું કારણ નથી જણાવી શક્યા.

  • Share this:
ચાની ચુસકી વિશે સાંભળી તમને સારૂ લાગતુ હશે પરંતુ જો તમને કોઈ કહે કે, ખાવા-પીવાને બદલે માત્ર તમને ચા જ મળશે, ત્યારે તમને ચા પર એટલો પ્રેમ નહીં રહે. પરંતુ છત્તીસગઢની એક મહિલા છે, જેણે આ વાત સાચી કરીને બતાવી છે. તે છેલ્લા 30 વર્ષથી માત્ર ચા પીને જીવે છે અને મજાની વાત એ છે કે, તે પૂરી રીતે સ્વસ્થ્ય પણ છે.

પીલી દેવી છત્તીસગઢના કોરિયા જીલ્લાના બરડિયા ગામમાં રહે છે. પીલી દેવી જ્યારે માત્ર 11 વર્ષના હતા, ત્યારથી તેમણે બધુ જ ખાવા-પીવાનું બંધ કરી દીધુ. અને ત્યારથી બસ માત્ર ચા પર જીવે છે. પોતાની બિલકુલ અલગ જીવનશેલીથી પ્રખ્યાત તે આસપાસના વિસ્તારોમાં 'ચાય વાલી ચાચી' તરીકે ઓળખાય છે.

તેમના પિતા રતિરામ અનુસાર, 44 વર્ષિય પીલી દેવીએ ત્યારથી જમવાનું છોડ્યું, જ્યારે તે છઠ્ઠા ધોરણમાં બણતા હતા. તે જણાવે છે, મારી દીકરી કોરિયા જીલ્લાના જનકપુરમાં સ્થિત પટના સ્કૂલમાં એક જીલ્લા સ્તરીય પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ગઈ હતી. જ્યારે તે પાછી આવી તેણે અચાનક ખાવાની અને પાણી પીવાની ના પાડી દીધી.

તેમણે એ પણ જણાવ્યું કે, પીલી દેવીએ ત્યારબાદ માત્ર દૂધવાળી ચા સાથે બિસ્કિટ અને બ્રેડ ખાધી પરંતુ ધીરે ધીરે તેણે માત્ર ચાનું પાણી પીવાનું શરૂ કરી દીધુ. જે તે સાંજે માત્ર એક વખત સૂરજ આથમ્યા બાદ પીતી હતી.

તેમના ભાઈ બિહારીલાલ રજવાડેએ જણાવ્યું કે, તેમણે પીલી દેવીને ડોક્ટરને પણ બતાવ્યું જેથી એ ખબર પડે કે, તેને કોઈ બિમારી તો નથી ને, તો ડોક્ટરોની તપાસમાં તેમની કોઈ બિમારી પકડમાં ન આવી. જેનાથી એ પણ સાબિત ના થયું કે, આ આદત કોઈ બિમારીથી પડી કે કોઈ બીજુ કારણ છે.

તેમણે કહ્યું, અમે તેમને લઈ કેટલીએ હોસ્પિટલો ગયા, કોઈ પણ ડોક્ટર આ સ્થિતિનું કારણ નથી જણાવી શક્યા.
Loading...

તેમના પરિવારના સભ્યો અનુસાર, પીલી દેવી ભાગ્યેજ પોતાના ઘરની બહાર જાય છે. તે રાત-દિવસ બસ ભગવાન શિવની પૂજામાં લાગેલી રહી છે.

કોરિયા જીલ્લા હોસ્પિટલના ડો. એસકે ગુપ્તાનું કહેવું છે કે, કોઈ માણસ માટે માત્ર ચા પીને જીવીત રહેવું સંભવ નથી.

તેમણે કહ્યું કે, આ આશ્ચર્યની વાત છે. વૈજ્ઞાનિક રીતે એક વ્યક્તિ 33 વર્ષથી માત્ર ચા પી જીવીત ના રહી શકે. એ વાત અલગ છે કે, લોકો નવ દિવસ નવરાત્રીનું વ્રત રાખે છે અને માત્ર ચા પીવે છે. પરંતુ 33 વર્ષ ખુબ વધારે છે અને આ સંભવ નથી.
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...