11 કૂતરાઓએ મહિલા પર હુમલો કરી ફાડી ખાધી, મોતનો દર્દનાક Video

કૂતરાઓએ મહિલાને ખરાબ રીતે ફાડી ખાધી. સમાચાર અનુસાર, માર્ગરીટાના શરીરના મોટા ટુકડા મળી આવ્યા છે અને તેના વાળ પણ ગાયબ છે.

News18 Gujarati
Updated: February 6, 2019, 7:37 AM IST
11 કૂતરાઓએ મહિલા પર હુમલો કરી ફાડી ખાધી, મોતનો દર્દનાક Video
11 કૂતરાએ હુમલો કરી મહિલાને ફાડી ખાધી
News18 Gujarati
Updated: February 6, 2019, 7:37 AM IST
મેક્સિકોના ટોલ બૂથ પર કામ કરતી એક મહિલાને ખુબ પરેશાન કરતો વીડિયો સામે આવ્યો છે. એક સીસીટીવી ફૂટેજમાં એક મહિલાની પાચલ 11 કૂતરા ભાગતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે, આ કૂતરા મહિલાનો પીછો કરે છે, પછી કૂતરા તેના પર હુમલો કરી મહિલાને નીચે જમીન પર પાડી દે છે, ત્યારબાદ એક એક કરી તેને ફાડી ખાય છે અને આખરે મહિલાનું મોત થઈ જાય છે.

સીસીટીવી ફૂટેજમાં 34 વર્ષની માર્ગરીટા એન છે. તે મેક્સિકોના ટેકમેનમાં કૂતરાના આતંકની કંટાળી ભાગી રહી છે. માર્ગરીટા એક ટોલ બુથ પર કર્મચારી હતી. કેમેરાના વ્યૂમાંથી નીકળતા પહેલા તેને જમીન પર પડતા જોઈ શકાય છે. કૂતરાઓની આ ભયાનક હરકત કેમેરામાં કેદ નથી થઈ શકી. પરંતુ સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, કૂતરાઓએ મહિલાને ખરાબ રીતે ફાડી ખાધી. સમાચાર અનુસાર, માર્ગરીટાના શરીરના મોટા ટુકડા મળી આવ્યા છે અને તેના વાળ પણ ગાયબ છે. તેના શરીરનું મોટાભાગનું માંસ કૂતરા ઝાપટી ગયા.સમાચાર અનુસાર, માર્ગરીટા પાસે જ આવેલા પોતાના કાર્યસ્થળ ટોલ બૂથ તરફ જતા સમયે એક વેસ્ટ ગ્રાઉન્ડને પાર કરી રહી હતી. ત્યારે આ રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કરી દીધો. સ્થાનીક સમાચારોનું માનીએ તો, કૂતરાઓએ તેના પર એટલા માટે હુમલો કર્યો, કારણ કે, માર્ગરીટા તેમના વિસ્તારમાં ઘુસી હતી. મેક્સિકોના મેયરે કંટ્રોલ એન્ડ એનિમલ વેલફેયર સેન્ટરને આદેશ આપ્યો છે કે, તે તમામ કૂતરાઓને નિયંત્રિત કરે.
First published: February 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...