Home /News /eye-catcher /બોડીગાર્ડ બિલાડી: અલગ જ અંદાજમાં બિલાડીએ બચાવ્યો બાળકનો જીવ, જીતી લીધું લોકોનું દિલ

બોડીગાર્ડ બિલાડી: અલગ જ અંદાજમાં બિલાડીએ બચાવ્યો બાળકનો જીવ, જીતી લીધું લોકોનું દિલ

બિલાડીએ બચાવ્યો બાળકનો જીવ

Cat viral video: કેટલાક પ્રાણીઓ ખૂબ તોફાની પણ હોય છે, ખાસ કરીને બિલાડીઓ. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ વીડિયોમાં બિલાડીને પોતાની સમજદારીથી બાળકનો જીવ બચાવતા જોઈ શકાય છે, જે સાબિત કરે છે કે તેઓ માત્ર શેતાની કરવાનું જ નથી જાણતી.

    જયારે જીવ બચાવવાની વાત આવે તો વ્યક્તિ કે પછી જાનવર કોઈ પણ હોય, પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક બિલાડી અને બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વફાદાર બિલાડી દેખાઈ રહી છે જે બાળકને બાલકનીની પાસે ઉભા રહેવાથી રોકી રહી છે. તમે જાનવરોની વફાદારીના ઘણા વીડિયો જોયા હશે. ઘણા ક્યૂટ હોય છે તો ઘણા ખતરનાક. અહીં બિલાડી સાબિત કરી રહી છે કે વફાદારીના મામલામાં તે પણ કોઈનાથી પાછળ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે.

    અહીં વીડિયોમાં એક બિલાડીને નાના બાળકનો જીવ બચાવતા જોઈ શકાય છે. વીડિયો જોઈ તમે પણ બિલાડીની તારીફ કરવા લાગી જશો.

    વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરની બાલકની પાસે એક નાનું બાળક ઊભું છે અને તેનાથી થોડે દૂર એક બિલાડી બેઠી છે, જે બાળકને બાલકનીમાંથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે પણ બાળક બાલકનીની રેલિંગ પકડે છે ત્યારે બિલાડી પંજાના સહારે બાળકના હાથ રેલિંગમાંથી હટાવી દે છે જાણે બિલાડી બાળકને તે બાલકનીથી દૂર જવા કહી રહી હોય.





    આ પણ વાંચો: VIDEO: અંધારા રસ્તે મળી ગયો અજગર જેવો સાપ, શખ્સે જે કર્યું એ જોઈને છાતીના પાટિયા બેસી જશે

    આ નાનકડો વીડિયો જોઈ તમને બિલાડી સાથે તમને પ્રેમ થઇ જશે. આ વીડિયો સોશિયલ મીડિયા ટ્વીટર પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ગઈ છે. અને લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Ajab Gajab, Viral on social media, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन