Home /News /eye-catcher /OMG! પ્લેનના કોકપીટમાં બિલાડીનો હંગામો, પાયલટને ઇર્મજન્સી લેન્ડીંગ કરવું પડ્યું

OMG! પ્લેનના કોકપીટમાં બિલાડીનો હંગામો, પાયલટને ઇર્મજન્સી લેન્ડીંગ કરવું પડ્યું

બિલાડીએ પ્લેન માથે લીધુ, પરાણે લેન્ડ કરવું પડ્યું પ્લેન

માનવામાં નહીં આવે પરંતુ એક આંતરાષ્ટ્રીય ફ્લાઇટનું ઇર્મજન્સી લેન્ડીંગ કરવાની ફરજ બિલાડીના કારણે પડી, આ ઘટનાએ સમગ્ર વિશ્વામાં ચકચાર મચાવી છે.

હવાઈ યાત્રા દરમિયાન અનેક વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો સુદાનની એક ફલાઇટ સાથે થયો છે. જેમાં કોકપીટમાં ઘુસેલી બિલાડી ગુસ્સે ભરાતાં પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, એક બિલાડી કતાર બાઉન્ડ એરક્રાફ્ટના કોકપિટમાં ઘૂસી ગઈ હતી. તેણે પાયલટ ઉપટ હુમલો કર્યો હતો. સુદાનની ટાર્કો એરલાઇન્સના એક પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તેનું કારણ એક બિલાડી છે.  બિલાડી પાયલટની કોકપિટમાં પહોંચી ગઇ અને એક પાયલટ પર હૂમલો કરી દીધો. એક ન્યૂઝ વેબસાઇટની રિપોર્ટ પ્રમાણે આ ફ્લાઇટ કતરની રાજધાની દોહા જઇ રહી હતી, જ્યારે અચાનક બિલાડીએ તના પાયલટ પર હૂમલો કર્યો અને તેમને એટલા હેરાન કર્યા કે તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

ખાર્તુમથી દોહા તરફ જઇ રહેલી ફ્લાઇટની કોકપિટમાં પહોંચલી આ બિલાડીએ ખૂબ હોબાળો કર્યો. ત્યાં સુધીમાં પ્લેન પોતાની અડધી ઉડાન પુરી કરી ચુક્યું હતું. જ્યાકરે પાયલટોનું ધ્યાન આ બિલાડી તરફ ભટકી રહ્યું હતું અને અંદર સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયો હતો. પ્લેનના ક્રુએ આ બિલાડીને કાબૂમાં કરવાના પ્રયાસ કર્યા પરંતુ નિષ્ફળ ગયા.

આ પણ વાંચો :  સુરત : યુવતી છૂટાછેડા લીધા બાદ ફરી પૂર્વ પતિ સાથે ભાગી, પરિવારે કર્યુ 'અપહરણ'

ત્યારબાદ પાયલટે નિર્ણય કર્યો કે તમામ લોકોની સુરક્ષા માટે પ્લેનને ઇમરજન્સી પરત લઇ જવામાં આવે. મીડિયા રિપેર્ટ પ્રમાણે જ્યારે આ પ્લેન હૈંગર પર ઉભું હતું ત્યારે બિલાડી તેમાં દાખલ થઇ ગઇ. ત્યારબાદ બિલાડી કોકપિટમાં છુપાઇ ગઇ હતી, જેના કારણે કોઇનું ધ્યાન ના ગઇ.

હુમલાના પરિણામે પાયલટને ટેકઓફના અડધા કલાક પછી ખાર્તુમ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઇટ દોહા જઈ રહી હતી.

આ પણ વાંચો :  પોરબંદર : નગરપાલિકામાં ભાભીએ દિયરને હરાવ્યા, ઘરમાં પણ કૉંગ્રેસને પછડાટ

આ ફલાઇટ સુદાનની તારકો એરલાઇનની હતી. આ ફલાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. તમામ મુસાફરો હેમખેમ છે. પરંતુ કોકપિટમાં બિલાડી ઘુસી કેવી રીતે તે અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ખાર્તુમ એરપોર્ટ પર આગલી રાતે પડેલા વિમાનમાં બિલાડી ઘુસી હોવાની શક્યતા છે.
First published:

Tags: Business news, Emergency landing, Sudan, ફ્લાઇટ