Home /News /eye-catcher /અંધારામાં બેસવાના મળી રહ્યા છે પૈસા, જો વિજળી વિના 1 કલાક વિતાવશો તો મળશે આટલું કેશ ઈનામ!
અંધારામાં બેસવાના મળી રહ્યા છે પૈસા, જો વિજળી વિના 1 કલાક વિતાવશો તો મળશે આટલું કેશ ઈનામ!
અંધારામાં બેસવાના બદલામાં હજારો રૂપિયા ઇનામ
Cash Prize for Customers Who Sit in the Dark: બ્રિટનમાં નેશનલ ગ્રિડ તરફથી અનોખી ઓફર આપવામાં આવી રહી છે. જ અહીંના કસ્ટમર્સ કલાક સુધી અંધારામાં બેસી રહે છે તો તેમને બદલામાં હજારો રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.
Power Saving Campaign: આપણી ધરતી પર એવી ઘણી વસ્તુઓ છે જેની કિંમત આપણે સમજી શકતા નથી અને તે વસ્તુઓ સમય સાથે ઘટી રહી છે અને આ બાબત બિલકુલ નવી નથી. જ્યારે મનુષ્યો મશાલોથી પોતાને અપગ્રેડ કરતા પાવર એટલે કે વીજળી સુધી પહોંચ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે તેનો આ રીતે દુરુપયોગ થશે. સમગ્ર વિશ્વમાં પાવરની અછત છે, પરંતુ લોકો તેનો ઓછો ઉપયોગ કરવા તૈયાર નથી.
લોકોને વીજળીનું મહત્વ સમજાવવા અને તેનો કરકસરથી ઉપયોગ કરવાનું શીખવાડવા માટે યુકેમાં નેશનલ ગ્રિડ દ્વારા એક અનોખી ઓફર કરવામાં આવી રહી છે. જો અહીંના ગ્રાહકો એક કલાક સુધી અંધારામાં બેસી રહેશે તો બદલામાં તેમને ઈનામ તરીકે હજારો રૂપિયા આપવામાં આવશે (Cash Prize for Customers Who Sit in the Dark). આ ઓફર ડિમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ ઇવેન્ટ હેઠળ લોકોને આપવામાં આવી રહી છે.
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર નેશનલ ગ્રિડ દ્વારા લાઇવ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિમાન્ડ ફ્લેક્સિબિલિટી સર્વિસ (Demand Flexibility Service) નામની આ ઇવેન્ટમાં લોકો માટે એક યોજના રજૂ કરવામાં આવી છે કે તેમને સાંજે એક કલાક વીજળી વિના બેસવું પડશે, જેના બદલામાં ગ્રાહકને 100 પાઉન્ડ એટલે કે 10 હજાર રૂપિયા આપવામાં આવશે.
તમારે આ ઇવેન્ટમાં ડીએફએસ સ્કીમ માટે સાઇન અપ કરવાનું રહેશે અને ત્યારબાદ લાઇવ ઇવેન્ટમાં સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંધારામાં બેસવું પડશે. આ રીતે વીજળી બચાવવામાં પણ મદદ મળશે અને લોકોને મેસેજ પણ આપી શકાશે.
શિયાળો હોય કે ઉનાળો, માત્ર બ્રિટનમાં જ નહીં પણ વિશ્વના લગભગ તમામ દેશોમાં વીજળીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કેટલીકવાર લોકો પોતાને ઠંડુ કે ગરમ રાખવા માટે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરે છે, વીજળીના વપરાશ માટે સાંજનો સમય પીક ટાઈમ હોવાથી ગ્રાહકોને જણાવવામાં આવી રહ્યું છે કે વીજળીનો ઉપયોગ ઓછો અથવા નહીવત થાય તો કેટલા પૈસા બચાવી શકાય.
આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં રહેલા કોલસા અને અન્ય ખનીજ પદાર્થો ઝડપથી ખૂટી રહ્યાં છે અને જો હજી પણ તેનો સાવચેતી પૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો આપણી આવનારી પેઢીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર