પશ્ચિમ બંગાળની કૉલેજમાં કાર્ટૂન શિનચાને કરી દીધું ટૉપ! પોલીસ કેસ દાખલ

પશ્ચિમ બંગાળની કૉલેજમાં કાર્ટૂન શિનચાને કરી દીધું ટૉપ! પોલીસ કેસ દાખલ
શિનચાનનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે. (Pic- Youtube)

સની લિયોની અને નેહા કક્કડ બાદ કાર્ટૂન કેરેક્ટર શિનચાને BSc ઓનર્સની મેરિટ લિસ્ટમાં કર્યું ટૉપ

  • Share this:
    નવી દિલ્હીઃ કાર્ટૂન કેરેક્ટર શિનચાન (Shinchan) બાળકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. મોટાભાગના બાળકો આ કાર્ટૂનને જોઈને ખુશ થતા હોય છે. શિનચાનની હરકતો પણ તેમને ખુશ કરી દે છે. હવે પશ્ચિમ બંગાળ (West Bengal)ની એક કૉલેજે (College)માં આ જ શિનચાને ટૉપ કર્યું છે. તેણે બીએસસી (ઓનર્સ)માં ટૉપ કર્યું છે. જોકે ત્યારબાદ પોલીસ (Police)માં ફરિયાદ પણ નોંધાવવી પડી છે.

    મૂળે આ મામલો ઉત્તર પશ્ચિમ બંગાળની સિલીગુડી કૉલેજનો છે. અહીં એક અધિકારીએ જાણકારી આપી કે કાર્ટૂન કેરેક્ટર શિનચાનનું નામ બીએસસી (ઓનર્સ)ની મેરિટ લિસ્ટમાં ટૉપ પર પ્રકાશિત થવું કોઈના તરફથી કરવામાં આવેલા ચેડા છે. તેમના જણાવ્યા મુજબ, ત્યારબાદ કૉલેજે તાત્કાલિક મેરિટ લિસ્ટને રિવાઇઝ કરી અને તેમાંથી શિનચાનનું નામ હટાવી દીધું. સાથોસાથ આ કૃત્ય માટે પોલીસમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે.



    આ પણ વાંચો, ગણપતિ બાપ્પાની આરતી સાંભળી બિલાડીએ ભક્તિભાવથી તાળીઓ વગાડી! જુઓ મજેદાર Video

    અધિકારીએ જણાવ્યું કે, કૉલેજે એક એજન્સીને ઓનલાઇન અરજી દરમિયાન ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી જાણકારીના આઘારે મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા માટે આઉટસોર્સ કર્યું હતું, પરંતુ કૉલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલા તમામ સ્ટુડન્ટ્સ તરફથી આપવામાં આવેલી જાણકારીની તપાસ કૉલેજ પ્રશાસન જાતે કરશે.

    આ પણ વાંચો, હવે મળશે ‘મોદી ઈડલી’, તમિલનાડુના સેલમમાં ખાઈ શકશો 10 રૂપિયામાં 4 નંગ

    આ પહેલા સિંગર નેહા કક્કડનું નામ માલદાની માનિકચક કૉલેજની મેરિટ લિસ્ટમાં બીએ અંગ્રેજી (ઓનર્સ)માં આવી ચૂક્યું છે. સાથોસાથ સની લિયોનીનું નામ પણ ત્રણ અન્ય કૉલેજોની યાદીમાં આવી ચૂક્યું છે. મામલામાં ચાર કૉલેજોએ પોલીસના સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પશ્ચિમ બંગાળ સરકારે પહેલા જાહેરાત કરી હતી કે આ વર્ષે સ્નાતક પાઠ્યક્રમો માટે પ્રવેશ પૂરી રીતે ઓનલાઇન હશે અને કોવિડ-19 મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલીના કારણે કોઈ પ્રોસેસિંગ ફી નહીં લેવામાં આવે.
    Published by:Mrunal Bhojak
    First published:September 01, 2020, 15:53 pm