ફ્લાઇઓવર પરથી નીચે પડી કાર, સમયસૂચકતાથી યુવતીનો જીવ બચ્યો!

News18 Gujarati
Updated: November 24, 2019, 12:04 PM IST

હૈદરાબાદના ગચીબોલી વિસ્તારનો બનાવ, તાજેતરમાં ખુલ્લા મૂકવામાં આવેલા બાયોડાયવર્સિટી ફ્લાઇઓવર પરથી કાર નીચે પડી.

  • Share this:
સોશિયલ મીડિયા પર એક ખૂબ ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કાર ફ્લાઇઓવર પરથી સીધી નીચે પડે છે. આ ઘટના હૈદરાબાદની ગચીબોલી વિસ્તારની છે. અહીં તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા બાયોડાયવર્સિટી ફ્લાઇઓવર પરથી એક કાર સીધી નીચે પડી હતી. ઘટના શનિવારે દિવસના એક વાગ્યાની છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે, જ્યારે છ લોકો ઘાયલ છે. આ અકસ્માતમાં એક યુવતી માંડમાંડ બચી હતી. ફ્લાઇઓવર પરથી નીચે પડી રહેલા સાઇનબોર્ડના પડછાયા તરફ યુવતીનું ધ્યાન પડી જતાં તેણી જીવ બચાવીને ભાગી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા છે, આ દરમિયાન એક ફૉક્સવેગન કારનો પડછાયો રસ્તા પર દેખાય છે. અમુક લોકોનું કાર તરફ ધ્યાન પડી જતાં તેઓ ભાગવાનો પ્રયાસ કરે છે. બાદમાં કાર જમીન પર પટકાય છે. લોકો કાર નીચે પડતાં જ ભાગતા જોવા મળી રહ્યા છે.

એક બીજા એંગલના વીડિયોમાં જોઈ શકાય છે કે કાર રસ્તા પર પડેલી બે કાર અને ઝાડ વચ્ચે ઘૂસી ગઈ હતી. સંભવત: કાર કોઈ રોડની બાજુમાં લાગેલા સાઇન બોર્ડ સાથે અથડાઈ હતી, જેના કારણે સાઇનબોર્ડ બીજી તરફ પડ્યું હતું. આ જોઈને અમુક લોકો ભાગતા નજરે પડી રહ્યા છે, પરંતુ બાદમાં અમુક લોકો ઘટના સ્થળે દોડી જાય છે.
પોલીસનું કહેવું છે કે કારની ઝડપ ખૂબ વધારે હતી. આ જ કારણે ડ્રાઇવરે કંટ્રોલ ગુમાવી દીધો હતો. બ્રિજ નીચે એક મહિલા રિક્ષાની રાહ જોઈને ઉભી રહી હતી, કાર નીચે દબાવાને કારણે તેનું મોત થઈ ગયું હતું.

ધ ન્યૂઝ મિનિટના જણાવ્યા પ્રમાણે પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરનું નામ મિલન છે. એરબેગ્સ હોવાને કારણે તેનો જીવ બચી ગયો હતો. 990 મીટર લાંબા આ ફ્લાઇઓવર પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. આ ફ્લાઇઓવર રાજ્ય સરકારના રોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હિસ્સો છે. આ બ્રિજ આશરે 69 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો.

 
First published: November 24, 2019, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading