OMG! હવે ROBOT લગાડશે વેક્સીન, ઇન્જેક્શન વગર જ શરીરની અંદર ડોઝ પહોંચાડી દેશે!

Cobionix કંપનીએ Cobi રોબોટને Needle Free Vaccination માટે તૈયાર કર્યો છે. (Credit- YouTube/Cobionix)

Cobi નામના આ રોબોટને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તે દર્દીના શરીરનો એક મેપ બનાવી લે છે અને પછી જાતે જ ઇન્જેક્શન લગાવવાની યોગ્ય જગ્યા નક્કી કરી લે છે. તે સોયને બદલે હાઈ પ્રેશર જેટના માધ્યમથી દવાને માણસના શરીરમાં પહોંચાડે છે.

  • Share this:
    આપણામાંથી મોટાભાગના લોકો એવા હશે જેમને ઇન્જેક્શન કે સોયનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. કોરોના વેક્સીનેશનની શરૂઆતમાં આવા લોકો પર મીમ્સ બન્યા હતા! આ લોકોને વેક્સીન (Vaccination Fear) આપવામાં નર્સ અને ડોક્ટરના હાથ પગ પણ ફૂલી જાય છે. એવામાં હવે એક કેનેડિયન સ્ટાર્ટઅપ (Canadian startup) હેઠળ એક એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે, જે વેક્સીનેશન (Autonomous Vaccination)નું કામ એકદમ સરળતાથી અને યોગ્ય રીતે કરશે. રસપ્રદ વાત એ છે કે તેઓ આ માટે ઇન્જેક્શનનો ઉપયોગ (Needle Free Vaccination) પણ નહીં કરે.

    Cobi નામના આ રોબોટને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તે દર્દીના શરીરનો એક મેપ બનાવી લે છે અને પછી જાતે જ ઇન્જેક્શન લગાવવાની યોગ્ય જગ્યા નક્કી કરી લે છે. તે સોયને બદલે હાઈ પ્રેશર જેટના માધ્યમથી દવાને માણસના શરીરમાં પહોંચાડે છે. કોબી (Cobi)નું પહેલું ટ્રાયલ સફળ રહ્યું છે. તેણે એક વ્યક્તિને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન (Intramuscular Injection) આપીને પોતાની કુશળતા દેખાડી છે.

    Needle Free Vaccination કરે છે Cobi

    ડેવલોપર્સએ કોબી રોબોટને ઓન્ટારિયાની યુનિવર્સીટી ઓફ વોટરલૂમાં તૈયાર કર્યો છે. કોબી હાઈ પ્રેશર જેટના માધ્યમથી સીરમને ત્વચાના રોમછિદ્ર જેટલી જગ્યામાંથી અંદર પહોંચાડી દે છે. ઓટોમેટિક વાહનોમાં મેપિંગ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી LiDAR સેન્સરનો ઉપયોગ કરીને કોબી દર્દીના શરીરનો મેપ બનાવે છે અને પછી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેસ્ડ સોફ્ટવેર એ નક્કી કરે છે કે ઇન્જેક્શન ક્યાં આપવાનું છે. Cobionixના સીઈઓનું કહેવું છે કે આ પ્રક્રિયામાં કોઇપણ માણસના હસ્તક્ષેપની જરૂર નથી.

    આ પણ વાંચો: OMG love story! માતા લોન ન ચૂકવી શકી, તો રિકવરી એજન્ટ પુત્રીને લઈને થયો ફરાર

    રોબોટ જાતે જ બધું કામ કરવા લાગશે

    ઉદાહરણ તરીકે, દર્દી પોતાની જાતને ઓનલાઈન રજીસ્ટર કરે છે અને રસીકરણ માટે ક્લિનિક પર પહોંચે છે. તેણે કેમેરાની સામે પોતાનું આઈડી બતાવીને કન્ફર્મેશન લેવું પડશે. રોબોટમાં હાજર 3D સેન્સર દર્દીની હાજરીને ઓળખશે. આ પછી, કોબીના રોબોટિક હાથ વેકસીનને લેશે અને સેન્સર દ્વારા દર્દીનો મેપ તૈયાર કરશે. આ પછી દર્દીને રસી આપવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના ઓટોનોમસ વેક્સીનેશનથી આરોગ્ય કર્મચારીઓને જોખમોથી બચાવી શકાશે અને રસીકરણની કિંમતમાં પણ ઘટાડો થશે. તેને વર્ષ 2019માં સ્થાપિત કરવામાં આવેલા સ્ટાર્ટ-અપ કોબિયોનિક્સ (Cobionix) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
    Published by:Nirali Dave
    First published: