Home /News /eye-catcher /

ભોજનમાં માત્ર સલાડ મળવા પર બાળકીએ કર્યો પોલીસને ફોન

ભોજનમાં માત્ર સલાડ મળવા પર બાળકીએ કર્યો પોલીસને ફોન

    આપણે બધા જાણીએ છીએ કે બાળકો ખૂબ ઉત્સાહી હોય છે અને ખાવામાં તો તે કોઈનું પણ સાંભળતા નથી. પરંતુ શું તમે વિચારી શકો છો કે 12 વર્ષની બાળકી ખાવાથી નારાજ થઇને પોલીસને બોલાવી લેશે. જી, હા એક 12 વર્ષીય બાળકીએ આવુ અદ્દભૂત કામ કર્યું છે. કેનેડામાં એક બાળકીને ભોજનમાં સલાડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે 911 ઇમરજન્સી નંબર પર કોલ કરીને ફરિયાદ કરી હતી.

    નોવા સ્કોટીયાની પોલીસને એક બાળકીએ કોલ કરીને કહ્યુ કે તેમને સલાડ બિલકુલ પસંદ નથી,છતા પણ તેના માતા-પિતાએ તેને ભોજનમાં સલાડ આપ્યુ છે





    જો કે તે ખાવા નથી માંગતી, એટલે તેને તેના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે બાળકીના માતાપિતા સાથે વાતચીત કરી હતી.



    પોલીસે બાળકીના માતાપિતાને કહ્યુ કે તમે તમારી પુત્રીને સમજાવો કે 911 ઇમરજન્સી નંબરનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ. રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 911 ઇમરજન્સી નંબરનો ઉપયોગ તમામ ઉંમરના લોકો કરી રહ્યા છે. જો કે આજના સમયમાં આ મોટા મુદ્દો બની ગયો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Dinner, Parents, છોકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन