Home /News /eye-catcher /લ્યો બોલો! હવે અંતરિક્ષમાં ભૂલા પડશો તો તારાઓના સહારે આવી શકશો પરત, વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો નકશો
લ્યો બોલો! હવે અંતરિક્ષમાં ભૂલા પડશો તો તારાઓના સહારે આવી શકશો પરત, વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો નકશો
તસવીર - Vagner/Russian space agency Roscosmos/Handout via REUTERS/File Photo
અંતરિક્ષમાં ઘેરાતા રહસ્યો વિશે જાણવાની આતુરતા દરેક માણસમાં રહેલી છે. આજે વિજ્ઞાન એટલું આગળ છે કે રોજ નવા અવકાશી સંશોધનો સામે આવતા અનેક રહસ્યો પરથી પડદા ઉઠી રહ્યા છે
અંતરિક્ષમાં ઘેરાતા રહસ્યો વિશે જાણવાની આતુરતા દરેક માણસમાં રહેલી છે. આજે વિજ્ઞાન એટલું આગળ છે કે રોજ નવા અવકાશી સંશોધનો સામે આવતા અનેક રહસ્યો પરથી પડદા ઉઠી રહ્યા છે. જોકે હજુ પણ આપણે તે જાણી શક્યા નથી કે આ બ્રહ્માંડ કેટલું મોટું છે અને તેમાં કેટલા ગ્રહો કે આકાશગંગાઓમાં જીવન છે. જો આપણે આપણી આકાશગંગાના પરીભ્રમણ માટે નીકળીએ તો પણ આપણે એક વિશ્વસનીય અને સચોટ માધ્યમની જરૂર પડે, જે આપણું સચોટ લોકેશન બતાવી શકે. હાલમાં થયેલ એક શોધ આ પ્રક્રીયાને ખૂબ સરળ બનાવી શકે છે. Space.comના જણાવ્યા અનુસાર arXIV.org પર શેર કરાયેલ નવી મેથડમાં હવે આ માટે તારાઓનો ઉપયોગ કરાશે. આ તકનીક એક ખૂબ જૂના કોન્સ્પ્ટ પેરાલેક્સ પર આધારિત છે.
જો તમે તમારી આંગળીને તમારા નાકની સામે રાખશો અને વારાફરતી તમારી આંખ બંધ કરશો તો તમારી આંગળી હલનચલન કરતી દેખાશે. જ્યારે તમે તમારી આંખો વારાફરતી બંધ કરશો, ત્યારે તેની સ્થિતિમાં દ્રષ્ટિકોણના આધારે સ્પષ્ટ પરિવર્તન જોવા મળશે. જ્યારે આ જ પ્રયોગ કોઇ દૂર રાખેલી વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેનું હલનચલન સાપેક્ષમાં ઓછુ થાય છે. પેરાલેક્સ ટેક્નિક વૈજ્ઞાનિકો દ્વારા ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવાઇ રહી છે. હકીકતમાં આ જ ટેક્નિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો તારાઓ વચ્ચે રહેલ અંતર માપે છે.
નવી પદ્ધતિનો પ્રસ્તાવ છે કે કોઇપણ આકાશીય પ્રક્ષેપણ પહેલા આપણા ગેલેક્સીમાં જાણીતા તમામ તારાઓના સચોટ લોકેશન સાથે તેને લોન્ચ કરવું જોઇએ. ત્યાર બાદ જેમ-જેમ સ્પેસક્રાફ્ટ આકાશમંડળમાં આગળ વધશે, તેમ તે તારાઓ વચ્ચેનું અતંર માપશે. જેમ જેમ સ્પેસક્રાફ્ટ એક તારાની નજીક જાય છે, તે પોતાના પહેલા સ્થાનથી ખસતું દેખાય છે. જ્યારે અન્ય દૂરના તારાઓ તેની જગ્યાએ સ્થિર રહેશે. તારાઓના જૂથને માપીને અને આ માપોની પૃથ્વી આધારિત કેટલોગ સાથે તુલના કરી સ્પેસક્રાફ્ટ અન્ય તારાઓને ઓળખી શકશે અને તે આ તારાઓથી કેટલા દૂર છે તે જાણી શકશે. તે સ્પેસક્રાફ્ટને આકાશગંગામાં એક ચોક્કસ 3D પોઝીશન આપશે.
હાલમાં આંતરગ્રહીય સ્પેસક્રાફ્ટ નેવિગેશન માટે પૃથ્વી પર આધારિત ટેક્નોલોજી પર નિર્ભર છે. જ્યારે આપણે કોઇ સ્પેસક્રાફ્ટને રેડીયો સિગ્નલ મોકલીએ છીએ, તો તે થોડા સમય બાદ જવાબ આપે છે. રેડિયો સિગ્નલ દ્વારા પ્રત્યુત્તરમાં લાગતા સમય દ્વારા જ પૃથ્વી અને સ્પેસક્રાફ્ટ વચ્ચેનું અંતર માપવામાં આવે છે. આપણે આકાશમાં સ્પેસક્રાફ્ટનું ધ્યાન પણ રાખી શકીએ છીએ અને આ માહિતીને સૌરમંડળમાં તેના સચોટ સ્થાનને જાણવા માટે વાપરી શકીએ છીએ અને સ્પેસક્રાફ્ટને સૂચના આપી શકીએ છીએ. આ પ્રક્રિયા ગ્રાઉન્ડ આધારિત રડાર સિસ્ટમના નેટવર્ક પર નિર્ભર કરે છે, જે સ્પેસક્રાફ્ટ સાથે સતત સંચાર કરી શકે છે. આ ટેક્નોલોજી આપણા સૂર્યમંડળમાં ફરતા સ્પેસક્રાફ્ટ માટે જ લાગૂ પડે છે.
જોકે, કોઇ પણ તારાઓ વચ્ચેના મિશનને એક નવા દ્રષ્ટિકોણની આવશ્યકતા પડશે અને તેને સ્વાયતત્તાથી નેવિગેટ કરવા પડશે. સૈદ્ધાંતિક રૂપે આ સ્પેસક્રાફ્ટ ઘડિયાળ કે જાઇરોસ્કોપ જેવા ઓનબોર્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ઇન્ટરસ્ટેલર મિશન ઓછામાં ઓછા દશકો સુધી ચાલશે અને તે ઓનબોર્ડ સિસ્ટમમાં નાની ખામીઓ અને અનિશ્ચિતતાઓ તેમને ભટકાવી પણ શકે છે.
" isDesktop="true" id="1100539" >
જોકે, પલ્સરનો ઉપયોગ એક વિકલ્પ તરીકે કરી શકાય છે. સતત ફરતી રહેતી વસ્તુ કે જે ઝગમગતી રહે છે. કારણ કે દરેક પલ્સરમાં એક અલગ રોટેશન પિરીયડ હોય છે. તેથી આ વસ્તુ મહત્વના સ્પેસ મિશન માટે વિશ્વસનીય વિકલ્પ તરીકે કામ કરી શકે છે. પરંતુ તે સૂર્ય મંડળમાં રહેલ અપેક્ષાકૃત નાના બબલ્સમાં જ કાર્ય કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર