પુણ્યતિથિએ 'લાશની કેક' બનાવીને લોકોને ખવડાવી, વીડિયો વાયરલ થયો

News18 Gujarati
Updated: February 20, 2020, 11:25 AM IST
પુણ્યતિથિએ 'લાશની કેક' બનાવીને લોકોને ખવડાવી, વીડિયો વાયરલ થયો
પુણ્યતિથિએ કેક કાપીને લોકોને વહેંચી.

આ વીડિયો તમને ડરાવી શકે છે, કારણ કે લોકો જે કેકને હોંશે હોંશે આરોગી રહ્યા છે તેને એક વ્યક્તિના લાશના આકારની બનાવવામાં આવી છે.

  • Share this:
મેડ્રિડ (સ્પેન) : શું તમે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિના પરિવારજનો તેની પુણ્યતિથિએ તેના આકારની કેક બનાવીને આરોગે અને લોકોને પણ ખવડાવે? કદાત તમે આવું નહીં જ સાંભળ્યું હોય. જોકે, દુનિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિવાજો પ્રચલિત હોય છે. અમુક રિવાજો આદીકાળથી ચાલ્યા આવતા હોય છે, તો અમુક લોકો નવો ચીલો કે પરંપરા શરૂ કરતા હોય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બનાવ સ્પેનનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમુક બાળકો કેક આરોગી રહ્યા છે. આ કેક એક વ્યક્તિના શરીરના આકારની બનાવવામાં આવી છે.

બાળકો કેક આરોગી રહ્યા છે ત્યારે એક કેમરામેન આ યાદને પોતાના કેમેરામાં પણ કંડારી રહ્યો છે. એટલું જ નહીં કેકને વહેંચવા માટે એક વેઇટર પણ હાજર છે. સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા એક યૂઝરે લખ્યું છે કે, 'હવે બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું.'આ વીડિયો જોતાની સાથે તમને ડર પણ લાગી શકે છે. પરંતુ ધ્યાનથી જોતા તમને માલુમ પડશે કે આ કોઈ વ્યક્તિની લાશ નહીં પરંતુ કેક છે. આ કેકને આ રીતે બનાવવામાં આવી છે. કેકને એવી રીતે સજાવવામાં આવી છે જેવી રીતે કોઈ વ્યક્તિના નિધન બાદ તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે.

First published: February 20, 2020, 11:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading