દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું ઘર (Home)નું ઘર હોય. કહેવાત પણ છે કે દુનિયાનો છેડો એટલે ઘર. ઘર જેટલી શાંતિ ભાગ્યે જ ક્યાંય મળતી હોય છે. અનેક લોકો એવા હોય છે જેઓ જિંદગીભરની કમાણી છતાં પોતાનું ઘર ખરીદી (Buy home) શકતા નથી. એટલે કે આ લોકો ઘરના ઘરનું પોતાનું સપનું પૂરું નથી કરી શકતા. જોકે, દુનિયાનો એક દેશ એવો છે જે લોકોને ઘરના ઘરનું સપનું (Your dream home) પૂરું કરવાનો મોકો આપી રહ્યો છે. એ પણ ફક્ત 12 રૂપિયામાં!
રૉયટર્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે તમે ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદી શકો છો. ક્રોએશિયા (Croatia)ના એક શહેરના આ સમાચાર છે. ક્રોએશિયાના ઉત્તર વિસ્તાર સ્થિત લેગ્રાડ (Legrand) શહેરમાં ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદી શકો છો. ત્યાંના ચલણ પ્રમાણે ફક્ત 16 સેન્ટ (16 Cent)માં આખું 1BHK ઘર પોતાના નામે કરી શકો છો. આ કોઈ મજાક નથી. ઘર ખરીદવા માટે ત્યાંની સરકાર તમારી મદદ કરશે.
આ કારણે પ્રૉપર્ટી સસ્તી થઈ
ક્રોએશિયાના આ શહેરમાં ક્યારેક ખૂબ વસ્તી હતી. જોકે, બાદમાં કોઈ કારણે લોકો અહીંથી પલાયન કરવા લાગ્યા હતા. મુખ્ય શહેર સાથે કનેક્ટિવિટી ન હોવાને કારણે પણ લોકોએ પલાયન શરૂ કર્યું હતું. જેના પગલે લોકો મુખ્ય શહેરમાં જઈને રહેવા લાગ્યા હતા. આ કારણે લેગ્રાડમાં ઘરો ખાલી થવા લાગ્યા હતા. હવે આ શહેરને ફરીથી વસાવવા માટે સરકારે સસ્તા ઘરનો પ્લાન બનાવ્યો છે. સરકાર ઈચ્છી રહી છે કે લોકો ફરીથી લેગ્રાડમાં આવીને રહે.
લેગ્રાડ શહેરમાં કોઈ પણ વ્યક્તિ સસ્તી પ્રૉપર્ટી ખરીદી શકે છે. આ માટે તમારે વધારે કંઈ નથી કરવાનું પરંતુ ક્રોએશિયા સરકારની એક શરત માનવી પડશે. એટલે કે વ્યક્તિએ એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા પડશે, જેમાં લખ્યું છે કે તમારે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી અહીં રહેવું પડશે. વ્યક્તિ ઘર ખરીદીને તેને ખાલી નહીં છોડી શકે. અહીં રહેવું જરૂરી છે. આ શરત માનવા તૈયાર હોય તે વ્યક્તિ જ અહીં ઘર ખરીદી શકશે.
શહેરના મેયરે જાણકારી આપતા જણાવ્યું કે, અહીં કુલ 19 ઘર વેચાણ માટે હતા. જેમાંથી 17 ઘરનું વેચાણ થઈ ગયું છે. હવે ફક્ત બે ઘર બાકી રહ્યા છે. જો તમે આ ઘર ખરીદવા માટે તૈયાર છો તો ક્રોએશિયામાં 15 વર્ષ રોકોવા માટે તૈયાર થઈ જાઓ. જો તમે પણ દેશથી દૂર પ્રૉપર્ટી ખરીદવા માંગો છો અહીં ત્યાં સ્થાયી થવા માંગો છો તો આ ઑફર તમારા કામની છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર