Home /News /eye-catcher /

મૂછ નહીં તો કુછ નહીં, પુરુષોની જેમ ગર્વથી મૂછો પર તાવ દે છે આ મહિલા, લોકોની નથી કરતી પરવાહ

મૂછ નહીં તો કુછ નહીં, પુરુષોની જેમ ગર્વથી મૂછો પર તાવ દે છે આ મહિલા, લોકોની નથી કરતી પરવાહ

પુરુષોની જેમ ગર્વથી મૂછો પર તાવ દે છે આ મહિલા.

સમાજે બનાવેલ નીતિ-નિયમોમાં લોકોને જીવવું પડે છે અને આવા નીતિ નિયમોમાં વિશ્વાસ ન કરનારને સમાજ (Society) સ્વીકારતો નથી. આવા જ નિયમો મહિલાઓ (Rules for women)ની સુંદરતા સાથે પણ સંબંધિત છે. વર્ષોથી લોકો માને છે કે, ગોરી સ્ત્રીઓ જ સુંદર હોય છે. મહિલાઓની ભ્રમર, વાળ, ચહેરાના વાળ બધું સેટ હોવું જોઈએ, વજન ઓછું હોવું જોઈએ. પરંતુ લોકો ભૂલી જાય છે કે, સ્ત્રીઓ પણ મનુષ્ય છે અને તેમને પોતાને ખરેખર જેવી છે તેવી જ અપનાવવાનો અધિકાર છે.

વધુ જુઓ ...

સમાજે બનાવેલ નીતિ-નિયમોમાં લોકોને જીવવું પડે છે અને આવા નીતિ નિયમોમાં વિશ્વાસ ન કરનારને સમાજ (Society) સ્વીકારતો નથી. આવા જ નિયમો મહિલાઓ (Rules for women)ની સુંદરતા સાથે પણ સંબંધિત છે. વર્ષોથી લોકો માને છે કે, ગોરી સ્ત્રીઓ જ સુંદર હોય છે. મહિલાઓની ભ્રમર, વાળ, ચહેરાના વાળ બધું સેટ હોવું જોઈએ, વજન ઓછું હોવું જોઈએ. પરંતુ લોકો ભૂલી જાય છે કે, સ્ત્રીઓ પણ મનુષ્ય છે અને તેમને પોતાને ખરેખર જેવી છે તેવી જ અપનાવવાનો અધિકાર છે. તાજેતરમાં જ કેરળની એક મહિલાએ આ વાત સાબિત કરી છે. આ મહિલા ગર્વથી મૂછો રાખે છે.


કેરળના કન્નુરની રહેવાસી 35 વર્ષીય શાયજા આજકાલ ચર્ચામાં છે. શાયજાને મૂછો રાખવી ગમે છે. ઘણી સ્ત્રીઓની જેમ તેમના ઉપલા હોઠ પર વાળનો વિકાસ ઘણો વધારે હોય છે. એટલું જ નહીં તેમની આઇબ્રો અને ચહેરાના અન્ય વાળ પણ ઝડપથી વધે છે.

TV9 Bharatvarshના રિપોર્ટ મુજબ શાયજાએ પોતાને આ રીતે અપનાવી લીધી છે અને હવે તે પોતાના વાળ સાફ નથી કરતી. આ માટે ઘણા લોકોએ તેમને ટોણા માર્યા હતા તો ઘણા લોકોએ સાથ પણ આપ્યો હતો. પરંતુ તેઓ કહે છે કે તેમના ચહેરાના વાળ સાથે જોડાયેલા લોકોના વિચારોની તેને પરવાહ નથી. જ્યારે લોકો તેને મળે છે અને પૂછે છે, ત્યારે તેનો એક જ જવાબ હોય છે કે, મને મૂછો રાખવી ગમે છે. મને તે દૂર કરવાની જરૂર નથી લાગતી. આ મૂછ વધી ગઈ છે અને શાયજા તેના પર તાવ દે છે.

મૂંછ હવે જીવનનો ભાગ છે: શાયજા

શાયજાનું કહેવું છે કે, દુનિયાને તેના વિશે શું વિચારે છે તેની પરવા નથી. જોકે, તે હવે મૂંછ વગર રહી શકતી નથી. મૂંછ પ્રત્યે તેને ખૂબ પ્રેમ છે. તેણે મૂછ સાથે એટલો લગાવ છે કે, કોરોના કાળ દરમિયાન માસ્ક પહેરતી તેનો ચહેરો ઢંકાઈ જતો હતો, જેથી તેને માસ્ક પહેરવું પસંદ નહોતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, શાયજાએ છેલ્લા દસ વર્ષમાં અનેક ઓપરેશન કરાવ્યા છે. અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવીને શૈજાને ખૂબ મજબૂત અને હિંમતવાન બની ગઈ છે. તેને કોઈ શું કહે છે તેની પરવા નથી. તેઓ માને છે કે, ખુશી મળે તેવું જીવન જીવવું જોઈએ,

અહી ઉલ્લેખનિય છે કે, મૂંછો રાખવાનો શોખ હોય તેવી શાયજા એકમાત્ર મહિલા નથી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર 2016માં બોડી પોઝિટિવિટીના પ્રચારક હરનામ કૌર પૂરી દાઢી રાખનારી દુનિયાની સૌથી નાની ઉંમરની મહિલા બની હતી.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन