આ દેશમાં લગ્ન માટે વરરાજા અને સંબંધીઓ પણ મળે છે ભાડે

News18 Gujarati
Updated: February 27, 2018, 3:57 PM IST
આ દેશમાં લગ્ન માટે વરરાજા અને સંબંધીઓ પણ મળે છે ભાડે

  • Share this:
શું તમે પોતાના માટે વરરાજા શોધી રહ્યાં છો? જો હા તો આ કંપની તમારા માટે તમારી જ પસંદનો વરરાજા શોધી આપશે. વિયેતનામમાં એવી ઘણી કંપનીઓ છે જે વરરાજાને વેચવાનું કામ કરે છે અને આ ધંધામાં કરોડો રૂપિયા પણ કમાઈ પણ છે. વિયતનામમાં વરરાજા વેચવાનો ધંધાનું જોરદાર ચલણ છે. અહીંયા એક વરરાજા ગોઠવી આપનાર કંપની તેમના સબંધીઓને પણ અરેંજ કરી આપે છે અને તે પ્રમાણે પૈસા પણ લે છે.

એક લગ્નમાં વરરાજા અને સબંધીઓની વ્યવસ્થા કરી આપવાના બદલામાં 4 લાખ રૂપિયા લે છે. વરરાજા ઉપરાંત તેનો પરિવાર જેમકે મમ્મી-પપ્પા, કાકા કાકી, મિત્રો અને અન્ય સબંધીઓને પણ બોલાવવામાં આવે છે અને તેના પણ પૈસા આપવાના હોય છે. વિયેતનામમાં ઘણી બધી કુંવારી છોકરીઓ માતા બની જાય છે અને અહીંયા જો લગ્ન કર્યા પહેલા કોઈ ગર્ભવતી કે માતા બને છે તો એને લાંછન માનવામાં આવ્યાં હતાં. એટલે અહીંયા  આ ધંધો ઝડપથી વધી રહ્યો છે. પોતાની જાત પર લાંછન લાગવાથી બચવા માટે વિયતનામમાં બનાવટી લગ્નોનું પ્રમાણ વધી રહ્યું છે.

કંપનીઓ ગર્ભવતી છોકરીઓના દેખાડાના લગ્ન કરાવવા માટે વરરાજાથી માંડીને મહેમાનો સુધી બધાનું ભાડુ ચુકવવાનું હોય છે.જાણકારી પ્રમાણે એક ગર્ભવતી છોકરીને બનાવટી લગ્ન કરાવવા માટે વરરાજાને લગભગ એક લાખ રૂપિયા આપવા પડે. ગર્ભવતી છોકરી કંપની જે વરરાજાને ખરીદે છે તે જરૂરી નથી કે તે છોકરો પરણેલો ન હોય. આ ભાડૂતી વરરાજા પહેલેથી પરણેલા હોય છે. તો પણ કુંવારી છોકરીઓ પોતાનો પતિ બનાવવા માટે ખરીદે છે અને તેને બદલે કંપનીઓને લાખો રૂપિયા ખરીદે છે અને તેમને કોઈપણ અફસોસ નથી.
First published: February 27, 2018
વધુ વાંચો
अगली ख़बर