Home /News /eye-catcher /બુલેટના દિવાનાઓ ચોંકી જશે, દાયકાઓ પહેલા Bullet 350ની કિંમત આટલી હતી, 1986નું બિલ Viral થયું

બુલેટના દિવાનાઓ ચોંકી જશે, દાયકાઓ પહેલા Bullet 350ની કિંમત આટલી હતી, 1986નું બિલ Viral થયું

1986માં ખરીદેલ રોયલ એનફિલ્ડ બુલેટ 350નું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

રોયલ એનફિલ્ડ બુલેટને 1986માં ફક્ત એનફિલ્ડ બુલેટ કહેવામાં આવતું હતું. તે સમયે પણ તે વિશ્વસનીય મોટરસાઇકલ માનવામાં આવતી હતી અને તેનો ઉપયોગ ભારતીય સેના દ્વારા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવતો હતો.

    વડીલો સારી રીતે જાણે છે કે તેમના સમયથી અત્યાર સુધી કેટલો બદલાવ આવ્યો છે. સૌથી મોટો ફેરફાર વસ્તુઓના ભાવમાં આવ્યો છે. ભૂતકાળમાં પણ ઈન્ટરનેટ પર 1985ના રેસ્ટોરન્ટના બિલથી લઈને 1937ના સાઈકલના બિલ સુધીની ચર્ચાઓ થઈ છે. આ બિલો જોઈને સમજાય છે કે દુનિયા કેવી બદલાઈ ગઈ છે. હવે 'રોયલ ઇન ફિલ્ડ' બુલેટનું જૂનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો હંમેશાથી બુલેટ બાઇકના દિવાના રહ્યા છે.

    1986માં બુલેટ 350નું આ હતું બિલ:

    Royal Enfield Bullet 350 એ ભારતમાં સૌથી લોકપ્રિય બાઇક્સમાંની એક છે. તે ઘણા વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરે છે. કંપનીએ સમયાંતરે આ બાઇકમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ તેની મૂળભૂત ડિઝાઇન પહેલા જેવી જ રહી છે. સમયની સાથે બાઇકની કિંમતમાં પણ વધારો થયો છે. હાલમાં, આ બાઇક લગભગ રૂ.1.8 લાખની કિંમતે ઓન રોડ પર મળી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે 1986માં આ બાઇકની કિંમત કેટલી હતી?




    ખરેખર, 1986માં ખરીદેલ રોયલ એનફિલ્ડ બુલેટ 350નું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ બિલમાં બાઈકની કિંમત જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ બિલમાં બાઇકની ઓન-રોડ કિંમત માત્ર રૂ. 18,700 હતી. ઇન્ટરનેટ પર ફરતું આ બિલ 1986નું છે, લગભગ 36 વર્ષ જૂનું છે. રોયલ એનફિલ્ડ બુલેટ 350 સ્ટાન્ડર્ડ મોડલનું વાયરલ બિલ ઝારખંડ સ્થિત સંદીપ ઓટો કંપની દ્વારા આપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: ભારત સારા પાડોશી સંબંધો ઇચ્છે છે, પણ... વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો

    ઉલ્લેખનીય છે કે, રોયલ એનફિલ્ડ બુલેટને 1986માં ફક્ત એનફિલ્ડ બુલેટ કહેવામાં આવતું હતું. તે સમયે પણ તે વિશ્વસનીય મોટરસાઇકલ માનવામાં આવતી હતી અને તેનો ઉપયોગ ભારતીય સેના દ્વારા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવતો હતો.

    Royal Enfield Bullet કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી જૂની બાઇકોમાંથી એક છે. કેટલાક અહેવાલો મુજબ કંપની ટૂંક સમયમાં ભારતમાં 650cc એન્જિન સાથે નવી બુલેટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. અત્યાર સુધી, Royal Enfield Bullet માત્ર 350cc અને 500cc એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ હતું.
    First published:

    Tags: Viral news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन