Home /News /eye-catcher /OMG! મુસ્લીમો આ માછલી ખરીદવા કરી રહ્યા પડાપડી? કેમ ખાસ છે? કિંમત સાંભળી ચોંકી જશો

OMG! મુસ્લીમો આ માછલી ખરીદવા કરી રહ્યા પડાપડી? કેમ ખાસ છે? કિંમત સાંભળી ચોંકી જશો

અલ્લાહ લખેલી માચલી

OMG: આ ઓસ્કર પ્રજાતિની માછલીની સ્કીન પર અલ્લાહ અને મોહમ્મદ લખ્યું છે. માછલી પર અલ્લાહ અને મોહમ્મદ લખ્યું હોવાની ખબર ફેલાયા બાદ અનેક લોકો આ માછલીને જોવા માટે આવી રહ્યા છે. આ માછલીને જોવા આવનાર લોકો માછલી સાથે સેલ્ફી લેવા લાગ્યા છે.

વધુ જુઓ ...
    ઉત્તરપ્રદેશમાં એક માછલી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઓસ્કર પ્રજાતિની માછલી પર અલ્લાહ અને મોહમ્મદ જેવી આકૃતિ દેખાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ માછલી હિંદુ વેપારીના એક્વેરિયમમાં મોટી થઈ રહી છે. બુલંદશહેરના થાના કોતવાલી નગર ક્ષેત્રના કૃષ્ણા નગર કોલોનીના વેપારી અંકુર સિંઘલે ત્રણ વર્ષ પહેલા આ ઓસ્કર પ્રજાતિની માછલી ખરીદી હતી. છેલ્લા 10 વર્ષથી હિંદુ વેપારી એક્વેરિયમ અને માછલી પાળવાનું કામ કરી રહ્યો છે.

    હિંદુ વેપારીને ત્યાં એક મુસ્લિમ વ્યક્તિ પહોંચ્યો તે સમયથી ઓસ્કર પ્રજાતિની આ માછલી ચર્ચાનો વિષય બની ગઈ છે. મુસ્લિમ વ્યક્તિએ આ માછલી જોઈ ત્યારથી આ માછલી વિશે લોકોના મોઢે ચર્ચા થઈ રહી છે. તે મુસ્લિમ વ્યક્તિએ દાવો કર્યો કે, આ ઓસ્કર પ્રજાતિની માછલીની સ્કીન પર અલ્લાહ અને મોહમ્મદ લખ્યું છે. માછલી પર અલ્લાહ અને મોહમ્મદ લખ્યું હોવાની ખબર ફેલાયા બાદ અનેક લોકો આ માછલીને જોવા માટે આવી રહ્યા છે. આ માછલીને જોવા આવનાર લોકો માછલી સાથે સેલ્ફી લેવા લાગ્યા છે.

    આ માછલીને ખરીદવા માટે અનેક લોકોએ વેપારીનો સંપર્ક કર્યો છે. મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલા લોકોએ આ માછલી માટે રૂ. 3 લાખ (fish worth rupees 3 lakh) સુધીની બોલી લગાવી છે. હિંદુ વેપારીએ જણાવ્યું કે, તેણે ત્રણ વર્ષ પહેલા દિલ્હીથી આ માછલી ખરીદી હતી. માછલીના ખાનપાનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હિંદુ વેપારીએ જણાવ્યું કે, જેમ જેમ માછલી મોટી થવા લાગી તેમ તેમ તેના પર નિશાન બનવા લાગ્યા. તેને ઊર્દુ આવડતી ન હોવાના કારણે તેને માછલીની વિશેષતા વિશે જાણકારી નહોતી. હિંદુ વેપારી હવે આ માછલી વેચવા માટે તૈયાર નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fish Named with allah, Fish worth rupees 3 lakh, OMG News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन