Home /News /eye-catcher /

ભેંસે પોતાના સિંગડાથી બચાવ્યો કાચબાનો જીવ! ખુશીથી બૂમો પાડવા લાગ્યા લોકો, જુઓ viral video

ભેંસે પોતાના સિંગડાથી બચાવ્યો કાચબાનો જીવ! ખુશીથી બૂમો પાડવા લાગ્યા લોકો, જુઓ viral video

વાયરલ વીડિયો પરની તસવીર

ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ તાજેતરમાં ટ્વિટર (twitter) પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક ભેંસ કાચબાનો જીવ બચાવતી જોવા મળી છે (Buffalo Save Tortoise Life Video). આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    Viral news: મનુષ્ય પ્રાણીઓની લાગણીઓને એ રીતે ક્યારેય નહિ સમજી શકે જેવી રીતે સમજવી જોઈએ. પરંતુ એક પ્રાણી બીજા પ્રાણીની લાગણીઓને સારી રીતે સમજે છે. સોશિયલ મીડિયા (social media) પ્રાણીઓના આવા વિડિઓઝ (Animal Videos)થી ભરેલું છે. પ્રાણીઓ વચ્ચેના ઊંડા પ્રેમને દર્શાવતો બીજો વીડિયો તાજેતરમાં ચર્ચામાં રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ભેંસ કાચબાનો જીવ બચાવે છે (buffalo Saves Tortoise Video).

    ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા (Sushant Nanda) ટ્વિટર પર એકદમ સક્રિય છે અને ઘણીવાર પ્રાણીઓ અને પર્યાવરણ સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા પર અદ્ભુત વીડિયો (Weird and Amazing Videos of Animals) શેર કરે છે.

    તેણે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં એક ભેંસ કાચબાનો જીવ બચાવે છે. આ વીડિયો અન્યત્ર પણ શેર કરવામાં આવ્યો છે અને સુશાંત નંદાએ પણ પોતાની પોસ્ટ પરથી સ્પષ્ટતા કરી છે કે વીડિયો સાથે લખેલી માહિતી જ તેને ક્યાંકથી મળી છે. એટલે કે વીડિયોની વિશ્વસનીયતા ચકાસી શકાતી નથી.

    આ પણ  વાંચો: મહિલાએ આપ્યો બે માથાવાળી બાળકીને જન્મ, ડોક્ટર પણ થયા આશ્ચર્યચકિત

    ભેંસ પાસે જોવા મળ્યો કાચબો
    વીડિયોમાં એક ભેંસ દેખાય છે જે ઝાડની નજીક ખુલ્લા વિસ્તારમાં બાંધેલી છે. તેની ખૂબ નજીક નાનો કાચબો છે જે પલટી ગયો છે અને સીધો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, જો કાચબો ઊંધો પડે છે, એટલે કે, તેનું કવચ નીચે જાય છે અને નીચેનો ભાગ ઉપર આવે છે, તો તેના મૃત્યુની સંભાવના વધી જાય છે. તે એટલા માટે છે કારણ કે કાચબાનો નીચેનો ભાગ ઉપર જેટલો સખત નથી અને વધુ સૂર્યપ્રકાશને કારણે તે ગરમ થાય છે.



    આ પણ વાંચો: માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો! social media પર પ્રેમ પાંગર્યો, લગ્ન કરવા યુવતી છત્તીસગઢથી અરવલ્લી પહોંચી

    ભેંસે કાચબાને સિંગડાથી ફેરવ્યો
    વીડિયોમાં ભેંસ કાચબાને તેના સિંગડાથી ઊંધો કરે છે જેથી તે સીધો થાય છે જેથી તેના જીવને કોઈ ખતરો ન રહે. આ વીડિયો સાથે સુશાંત નંદાએ લખ્યું છે- દરેક વ્યક્તિ દયાળુ હોઈ શકે છે. ભેંસે કાચબાને સિંગડા વડે પલટી નાખ્યો જેને તેનો જીવ બચાવ્યો. લોકો આ વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેમને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે ભેંસ કાચબાની ભાષાને કેવી રીતે સમજી. આ વીડિયોને 2,000થી વધુ લોકોએ લાઇક કર્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, Animals, Bizzare, OMG News, અજબગજબ

    આગામી સમાચાર