સિંહ અને મગરમચ્છ વચ્ચે ફંસાઈ ભેંસ, VIDEOમાં જુઓ - કેવી રીતે બચ્યો જીવ

ફેસબુક પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કના આ વીડિયોમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે ખૂની જંગ જોવા મળી રહી છે.

News18 Gujarati
Updated: April 21, 2019, 9:43 PM IST
સિંહ અને મગરમચ્છ વચ્ચે ફંસાઈ ભેંસ, VIDEOમાં જુઓ - કેવી રીતે બચ્યો જીવ
ફેસબુક પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કના આ વીડિયોમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે ખૂની જંગ જોવા મળી રહી છે.
News18 Gujarati
Updated: April 21, 2019, 9:43 PM IST
ફેસબુક પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કના આ વીડિયોમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે ખૂની જંગ જોવા મળી રહી છે. પહેલા સિંહ અને પછી મગ્ગરથી જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહેલ ભેંસના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક સિંહ શિકાર કરવા માટે એક ભેંસની પાછળ દોડી રહ્યો છે. ભેંસ જીવ બચાવવા માટે ભાગે છે. ભાગતા ભાગતા જીવ બચાવવા તે નદીમાં કૂદી પડે છે. ભેંસ જ્યારે નદીમાં કૂદે છે તો, તેને ખબર નથી હોતી કે, ત્યાં પણ મોટો ખતરો છે. ભેંસ નદીમાં જેવી થોડી આગળ વધે છે એક મગ્ગર તેના પર હુમલો કરી દે છે.

ભેંચ મગ્ગરથી જીવ બચાવવા હવે નદીની બહાર આવે છે. બહાર આવવા પર સિંહનું એક ટોળુ તેની રાહ જ જોઈ રહ્યું છે. ભેંસ બહાર આવતા જ તે સિંહને ખદેડવાનું શરૂ કરી દે છે. થોડી જ વારમાં સિંહનું ટોળુ ભેંસને ઘેરી લે છે. પરંતુ એટલામાં ભેંસોનું ટોળુ ત્યાં આવી જાય છે, અને સિંહના ઝુંડને ત્યાંથી ભાગવું પડે છે.First published: April 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...