વાયરલ વીડિયો (Viral Video): આજકાલ સોશિયલ મીડિયા (Social Media)ના સમયમાં કોઈ પણ વસ્તુ, મજેદાર કે પ્રેરણાદાયક વીડિયો ઘણા ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ (Internet Viral Video) થઈ જાય છે. લોકો પોતાના દોસ્તો, સંબંધીઓ અને પરિચિતોને પણ અનેકવાર વાયરલ વીડિયો મોકલતા હોય છે. તેમાંથી અનેક વીડિયો ઘણા ફની હોય છે, અનેક વીડિયોને તો જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જવાય છે અને કેટલાક વીડિયો તો અનેક માન્યતાઓને પણ ખોટી પુરવાર કરી દે છે.
અક્કલ મોટી કે ભેંસ, તમે અનેકવાર આ કહેવત સાંભળી હશે. જ્યારે કોઈ વ્યક્તિ ધડ માથા વગરની વાત કરે તો અનેકવાર આવું કહેવામાં આવે છે કે અક્કલ મોટી કે ભેંસ એટલે કે બુદ્ધિમતાની તુલના મજબૂતી અને શક્તિ સાથે કરવામાં આવે છે. પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે તેને જોઈને તમને એ તો સરળતાથી સમજાઈ જશે કે ભેંસની પાસે પણ અક્કલ હોય છે.
આ વીડિયોમાં અનેક ભેંસ ઘાસ ચરી રહી છે. તેમાંથી એક ભેંસને ખૂબ જ તરફ લાગે છે. પરંતુ આસપાસ પાણી ન હોવાથી ભેંસ પોતાના શિંગડાથી હેન્ડપમ્પનું હેન્ડલ ચલાવે છે અને પાણીથી પોતાની તરસ છીપાવે છે. અનેક લોકોએ ભેંસનો આ વીડિયો લાઇક કર્યો છે અને હજારો લોકોએ તેની પર કોમેન્ટ પણ કરી છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે કે- મનુષ્યની અકલ તો વીડિયો બનાવવામાં લાગી છે તેથી જાનવરોએ પોતાની અક્કલનો ઉપયોગ કરવો પડે છે. નહીં તો તરસ્યા મરી જતા. એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી છે કે ભેંસ જ મોટી હોય છે, મનુષ્યની અક્કલ જ્યારે ઘાસ ચરે છે તો મહારથી પણ ફેલ થઈ જાય છે. ભગવાને આ નિયમ બનાવ્યો છે. અક અન્ય વ્યક્તિએ લખ્યું છે કે આવશ્યક્તા જ આવિષ્કારની જનની હોય છે. (વીડિયો ગ્રેસઃ ફેસબુક/ Rohtak News LIVE)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર