ન્યૂઝ 18 ગુજરાતી: આજની 21મી સદીમાં મહિલાઓ સ્પેસમાં પહોંચી ગઇ પણ કેટલીક એવી પણ અંધશ્રદ્ધાઓ છે જે સદીઓથી ચાલતી આવે છે અને તેનો અંત આજની એકવીસમી સદીમાં પણ નથી આવ્યો. આવી જ કેટલીક માન્યતાઓ પીરિયડ્સને લઇને મહિલાઓનાં મનમાં ભરી દેવામાં આવે છે. જેને કારણે તેઓ અમુક બાબતોમાં ઘણો જ સંકોચ અનુભવે છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર અભિષેક વોલ્ટર નામનાં વ્યક્તિએ શેર કર્યો છે. તેણે તેની બહેનનાં પીરિયડ્સને લઇને અંધવિશ્વાસને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં આપ અભિષેક વોટલર અને તેની નાની બહેનને જોઇ શકો છો 40 સેકેન્ડનાં આ વીડિયોમાં ભાઇ બહેનની વતાચીત જુઓ..
અભિષેક-શું કહ્યું તું સિની તે? આ છોડ વિશે સિની- પીરિયડ્સ સ્ટાર્ટ થવા પર તેમાં પાણી નહીં નાખવાનું અભિષેક- એટલે તારા હાથે પાણી નહીં નાખવાનું? પાણી પીવડાવીશ તો શું થઇ જશે? સિની- છોડ સુકાઇ જશે. અભિષેક- તે કાલે પણ આ છોડમાં પાણી નાખ્યુ હતું ને... તો શું આ છોડ સુકાઇ ગયો? સિની- તેનાં ચહેરા પર સુંદર મુસ્કાન હતી અને તે કહે છે 'ના'
છેલ્લે અભિષેક તેની નાની બહેનને સમજાવતા કહે છે કે, 'આ બધુ જ અંધવિશ્વાસ છે, અને તેને નઇ માનવાનું.'
અભિષેકે તેનાં બહેનનાં મનમાં ભરાયેલા અંધવિશ્વાસને દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ સુંદર વીડિયો જોયા બાદ અમે અભિષેકની બહેન સહિત તમામ તે મહિલાઓને કહેવા માંગીશુ કે, તેઓ પણ પીરિયડ્સને ખરાબ ન ગણે. આ કંઇ આપે કંઇ ખોટુ કર્યાની સજા નથી. આપે પીરિયડ્સનાં સમયમાં શરમ અનુભવવાની જરૂર નથી. આ એક સામાન્ય ઘટના છે જે દરમહિને તમામ મહિલાઓ સાથે થાય છે.
આ બધાની વચ્ચે News18 તરફથી અભિષેક વોલ્ટરને 'ધન્યવાદ' તેણે એક મહિલાનો અંધવિશ્વાસ દૂર કર્યો છે. અને આ વીડિયો દ્વારા તેને હજારો મહિલાઓનાં
અંધવિશ્વાસ દૂર કરવામાં મદદ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર