ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

News18 Gujarati
Updated: November 24, 2019, 8:38 AM IST
ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ
પ્રતિકાત્મક તસવીર

પીડિત યુવતીનો પતિ સાઉદી અરબમાં (Saudi Arabia) કામ માટે ગયો હતો. તે દોઢ વર્ષ પછી બુધવારે પોતાના માદરે વતન પરત ફર્યો હતો. પત્નીના ખોળામાં એક મહિનાનું બાળક હતું.

  • Share this:
ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોંડાના કરનાલગંજ વિસ્તારમાં રહેનારો યુવકે પોતાની પરિણીત બહેનને (Married sister) કોઈબહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. પોતાના ભાઈની હેવાનિયતથી પરેશાન બહેન પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને ભાઈ વિરુદ્ધ પોલીસ (police) ફરિયાદ કરી હતી. પોલીસે ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથધરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિત યુવતીનો પતિ સાઉદી અરબમાં (Saudi Arabia) કામ માટે ગયો હતો. તે દોઢ વર્ષ પછી બુધવારે પોતાના માદરે વતન પરત ફર્યો હતો. પત્નીના ખોળામાં એક મહિનાનું બાળક હતું. તેણે બાળક અંગે પૂછ્યું તો સમગ્ર આપવીતિ જણાવી હતી. 27 વર્ષીય પીડિતાએ કરનાલગંજ વિસ્તારમાં રહે છે. તેનો ભાઈ ઘરમાં જ રહીને કામ કરે છે.

આ પણ વાંચોઃ-તમારા આધાર કાર્ડની સુરક્ષા વધારવા માટે UIDAIએ કર્યો મોટો ફેરફાર

પીડિતા અનુસાર આશરે 10 મહિલા પહેલા ભાઈ તેના ગામ આવ્યો હતો. ત્યારબાદ બહેનને કોઈ બહાને કરનાલગંજ લઈ ગયો હતો. આ દરમિયાન આરોપીએ પીડિતા સાથે બળજરીથી દુષ્કર્મ આચર્યું હતું. જેનાથી તે ગર્ભવતી થઈ હતી.

આ પણ વાંચોઃ-Health Tips: કડવી મેથીનાં મીઠા ગૂણ, કરશે બધી જ બીમારો દૂર

પીડિતાએ લોકલાજના કારણે ઘટના અંગે કોઈને જાણ ન કરી હતી. જોકે, ઘટનાના નવ મહિના બાદ એક બાળકને જન્મ આપ્યો હતો. પીડિતાએ બાળકને જન્મ આપ્યો તો લોકોએ તેની સામે આંગળી ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો લગાવીને કેસ દાખલ કર્યો છે.આ પણ વાંચોઃ-17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, ખરીદી ઉપર ભારે છૂટ

ઉલ્લેખનીય છેકે, ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધને તારતાર કરનારા કિસ્સાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
First published: November 23, 2019, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading