વિચિત્ર પ્રેમ: આ યુવતીને 92 વર્ષ જુના ઝુમ્મર સાથે પ્રેમ થયો, હવે પરણવું છે!

વિચિત્ર પ્રેમ: આ યુવતીને 92 વર્ષ જુના ઝુમ્મર સાથે પ્રેમ થયો, હવે પરણવું છે!
એમાન્ડા નામની મહિલાનો પ્રેમ ઇન્ટરનેટ પર થયો વાયરલ, ઝૂમરને પરણવા માંગે છે આ મહિલા

એમાંડા અત્યારે 93 વર્ષ જુના લુમીએર નામના ઝુમ્મરના પ્રેમમાં છે. મૂળ જર્મન ઝુમ્મર સાથે તે એવી ગળાડૂબ પ્રેમમાં છે કે, તે લગ્નના તાંતણે બાંધાવા તૈયાર થયા છે.

  • Share this:
પ્રેમ ખૂબ ગહન પાસું છે. પરંતુ બ્રિટનની મહિલાએ પ્રેમને એક અલગ જ સ્તરે લઈ ગઈ છે. દિલને વાત દિલ જ જાણે તે વાતને યુવતી સાર્થક કરી દેવા થનગની રહી છે. ઈંગ્લેન્ડની એમાંડા લિબર્ટીએ તાજેતરમાં ચેનલ 4 નામની ટીવી ચેનલમાં આવતા સ્ટેફસ પેકેડ લંચ નામના શો દરમિયાન પોતે ઝુમ્મરના પ્રેમમાં પડી હોવાની વાત કરી હતી.

એમાંડા અત્યારે 93 વર્ષ જુના લુમીએર નામના ઝુમ્મરના પ્રેમમાં છે. મૂળ જર્મન ઝુમ્મર સાથે તે એવી ગળાડૂબ પ્રેમમાં છે કે, તે લગ્નના તાંતણે બાંધાવા તૈયાર થયા છે.આ યુવતીએ પ્રેમમાં નવો અધ્યાય લખ્યો છે. તેના કારણે ઓબ્જેક્ટફિલિયા તરફ લોકોનું ધ્યાય ખેંચાયું છે. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિમાં કોઈ વસ્તુ તરફ પ્રેમ અને રોમાન્સ ઉત્પન્ન થાય છે. આ સ્ટોરી સૌપ્રથમ 2019માં સામે આવ્યા બાદ વાઇરલ થઈ હતી.

અમાંડાએ શોના હોસ્ટ સ્ટેફ મેકગોવર્નને કહ્યું હતું કે, તે ઝુમ્મરને કોઈ વસ્તુ તરીકે જોતી નથી. તેણે આ વાતચીતમાં અનિમિસમનો ઉલ્લેખ કર્યો હતો. એમિનિસમ જાપાનમાં ખૂબ પ્રચલિત છે. આ કોન્સેપ્ટમાં વ્યક્તિ કોઈ વસ્તુમાંથી નીકળતી ઉર્જાને અનુભવે છે.

તેણે વસ્તુ સાથેની લાગણી અંગે કહ્યું હતું કે, એવી કોઈ પળ નથી કે હું તેની સાથે પ્રેમમાં ના હોવ. એવું પણ નથી કે પ્રેમ એક ઝાટકે જ થઈ ગયો હોય. આ પ્રેમ સમયાંતરે ગાઢ બન્યો હતો.

ઓબ્જેક્ટ પ્રત્યેના તેના પ્રેમ વિશે વધુ સમજાવતાં અમાંડાએ કહ્યું કે, તે લાંબા સમય સુધી તે સમજી શકી નહી પરંતુ હંમેશાં સ્વીકારી લીધું છે. કોઈ વસ્તુ તરફ આકર્ષિત થવાની ભાવના અંગે હજુ તેની સ્થિતિની સમજણ નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે, તમામ મુશ્કેલીઓ હોવા છતાં તેણીએ કોણ છે તે માટે પોતાની જાતને સ્વીકારી લીધી છે. અને તેથી જ તે શોમાં આવી હતી. કારણ કે, તે ઇચ્છે છે કે આ બાબતને વિચિત્ર ગણવાની જગ્યાએ બીજા બધા પણ આ વાત સ્વીકારે.
Published by:News18 Gujarati
First published:April 20, 2021, 14:15 pm

ટૉપ ન્યૂઝ