હનીમૂન પર હતો યુવક, એક નાની ભૂલને કારણે ગુમાવ્યો જીવ!
હનીમૂન પર હતો યુવક, એક નાની ભૂલને કારણે ગુમાવ્યો જીવ!
હોલિડે ટ્રેજડી
એક બ્રિટિશ પ્રવાસી (British tourist) તેના હનીમૂન પર થાઈ બીચ (Thai beach) પર ઉબડખાબડ સમુદ્રમાં સ્વિમિંગ કરવા જવા માટે રેડ વોર્નિંગ ફ્લેગ (red warning flag)ને અવગણવાને કારણે મૃત્યુ પામ્યો છે.
અકસ્માત (Accident) ગમે ત્યાં અને ગમે તે રીતે થઈ શકે છે. પરંતુ ઘણી વખત આપણી લાપરવાહીના કારણે આપણી સાથે એવી ઘટના બની જાય છે કે આખી જીંદગી પસ્તાવું પડે છે. આપણી જ લાપરવાહી ઘણી વખત મોત તરફ ખેંચી જાય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. 34 વર્ષીય અલી મોહમ્મદ મિયાં 12 જુલાઈના રોજ દક્ષિણ થાઈલેન્ડ (southern Thailand)ના ફૂકેટ ટાપુ (island of Phuket) પર આવ્યો વેકેશન માટે આવ્યો હતો. યુવક બાદ માત્ર બે દિવસ માટે જ વેકેશન પર હતો.
આ યુવક ફાઈવ સ્ટાર કટાથની ફૂકેટ બીચ રિસોર્ટ (Five star Katathani Phuket Beach Resort)માં રોકાયો હતો અને બપોર પછી પાણીમાં તરવા ગયો હતો. જાણવા મળી રહ્યું છે તંત્ર દ્વારા દરિયાકાંઠે રેડ વોર્નિગ જાહેર કરવામાં આવી હતી પણ તેઓેએ વોર્નિંગની અવગણના કરીને સ્વીમીગ કરવા ગયા હતા. સ્વીમીંગની મજામાં તેઓ ડૂબી ગયા હતા. લંડનના અલી અને બીજા તરવૈયાને 55 વર્ષીય થાઈ માણસ સુરસિત ફોન્ગ્લાઓફાન, બંનેને કાટા નોઈ બીચ પર કિનારેથી દૂર ખેંચી ગયા હતા. લાઇફગાર્ડ્સે બંને માણસોને રેતી પર પાછા ખેંચ્યા અને પેરામેડિક્સ તેમને એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવી હતી. ચલોંગ હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં CPR આપવામાં આવ્યું હતું.
દુ:ખદ વાત એ છે કે, અલી અને સુરસિત બંને એકસાથે રજાઓ ગાળવા આવ્યા હતાં. પણ આ આનંદની પળો બહુ લાંબી ટકી શકી નહિ. તેમની રજા તેઓ પૂરી કરી શક્યા નહિ. તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા પછી તરત જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કરોન જિલ્લા પોલીસ સ્ટેશનના લેફ્ટનન્ટ કર્નલ કિટ્ટીપોંગ નુફેંગનું કહેવું છે કે અધિકારીઓએ બ્રિટિશ દૂતાવાસને જાણ કરી હતી જેઓ આંદામાન સમુદ્રમાં ડૂબી જવાથી અલીના પરિવારના સંપર્કમાં છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, "અમારા સ્ટેશનને સાંજે 5 વાગ્યે બચાવ સ્વયંસેવકો તરફથી સૂચના મળી કે લાઇફગાર્ડે દરિયામાંથી ડૂબતા બે પ્રવાસીઓને બચાવ્યા છે.
વધુમાં કહ્યું કે, "તે બંને બેભાન હતા તેથી CPR કરવામાં આવ્યું હતું. તેમાંથી એકને નાડીના ચિહ્નો હતા. બંનેને ચલોંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. "અમને જાણ કરવામાં આવી હતી કે બીચ પર લાલ ચેતવણીનો ધ્વજ હતો જેને પ્રવાસીઓએ દરિયામાં તરવા જવાની હોડમાં અવગણના કરી હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર