એલિસ 9 કલાકમાં 51 પબમાં ફર્યો, 4 મિનિટમાં ડ્રિંક પીને બનાવ્યો World Record

રેકોર્ડ બનાવવા માટે ખૂબ ભાગદોડ કરી (પ્રતિકાત્મક તસવીર)

Guinness World Record - 48 વર્ષીય મેટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે 9 કલાકમાં 51 પબમાં ફર્યો અને દરેક પબમાં 125 મિલિલીટર શરાબ પીધી

  • Share this:
દુનિયામાં અનેક પ્રકારના લોકો છે, જેમની અજીબોગરીબ હરકતો સાંભળીને આશ્ચર્ય થશે. કેટલીક વાર Weird વર્લ્ડ રેકોર્ડ (Weird World Record) બનાવવા માટે જાણી જોઈને આ પ્રકારની હરકતો કરવામાં આવે છે. બ્રિટન (Britain)માં એક વ્યક્તિએ આવી જ હરકત કરી છે. તેણે 9 કલાકમાં 51 બારમાં દોડી દોડીને શરાબ પીધી હતી.

મેટ એલિસ (Matt Ellis) નામના વ્યક્તિએ અજીબોગરીબ હરકત કરી છે. 48 વર્ષીય મેટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં નામ નોંધાવવા માટે 9 કલાકમાં 51 પબમાં ફર્યો અને દરેક પબમાં 125 મિલિલીટર શરાબ પીધી હતી. આ શરાબ પીવામાં મેટે 4 મિનિટ સુધીનો સમય લીધો હતો.

આ પણ વાંચો - OMG: 41 વર્ષની ટિચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યો સંબંધ! ગર્ભવતી થતા થઇ ધરપકડ

રેકોર્ડ બનાવવા માટે ખૂબ ભાગદોડ કરી

મેટ એલિસ ઈંગ્લેન્ડ (England)માં કેમ્બ્રિજશાયર (Cambridgeshire)ના સેંટ નિયોટ્સમાં રહે છે. મેટને જ્યારે ખબર પડી કે, દુનિયામાં માત્ર એક વ્યક્તિએ જ 12 કલાકમાં સૌથી વધુ પબમાં જવાનો રેકોર્ડ બનાવ્યો છે. મેટે આ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધું. ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 50 અલગ અલગ બારમાં જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મેટે આ રેકોર્ડ બનાવવા માટે ખૂબ જ ભાગદોડ કરી હતી. તે દરમિયાન મેટની સાથે એજન્સીનો એક સાક્ષી પણ તેમની સાથે હતો. મેટને પબમાં જવું ખૂબ જ પસંદ છે, આ કારણોસર તેમને આ ટાસ્ક ખૂબ જ પસંદ હતો.

આ પણ વાંચો - ઝાંસીમાં ભીષણ અકસ્માત, શ્રદ્ધાળુઓની ટ્રોલી પલટવાથી 4 બાળકો અને 7 મહિલા સહિત 11 ના મોત

વિશ્વ રેકોર્ડ બનાવ્યો

એલિસને દરેક પબમાં જઈને ડ્રિંક માટે ઓછામાં ઓછા 4.2 ઔંસનો ખર્ચ કરવાનો હતો. મેટ 8 કલાક 52 મિનિટ અને 37 સેકન્ડમાં કુલ 51 પબમાં ગયો હતો. એજન્સી તરફથી એલિસને તમામ પબમાંથી સાક્ષી મળી ગયા, ત્યારે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું. મેટે રવિવારે બ્રેકફાસ્ટ કર્યા બાદ પબમાં જવાનું શરૂ કર્યું હતું. મેટ માની રહ્યો છે કે તેણે રેકોર્ડ બનાવવા દરમિયાન કુલ 6.3 લીટર ડ્રિંક પી લીધી હશે. જે બાદ રવિવારે રાત્રે તેણે વારંવાર વોશરૂમ જવું પડ્યું હતું. રેકોર્ડ બનાવવા માટેની તેમની આ મહેનત સફળ થઈ છે. હાલમાં તેમણે સૌથી ઓછા સમયમાં 51 પબમાં જઈને ડ્રિંક પીવાનો રેકોર્ડ બનાવ્યો છે.
First published: