Home /News /eye-catcher /લ્યો બોલો! ફ્લાઇટમાં બુક કરાવેલી સીટ ત્યાં હતી જ નહિ

લ્યો બોલો! ફ્લાઇટમાં બુક કરાવેલી સીટ ત્યાં હતી જ નહિ

આ ફ્લાઈટના કેટલાક મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઈટમાં લઈ જવામાં આવ્યા હતા

Viral News: ગેરીએ આ ઘટનાને લઈને ફેસબુક પર એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેની સાથે અન્ય આઠ મુસાફરો પણ જોવા મળી રહ્યા છે. તે બધા એરલાઇનના ક્રૂ સાથે સીટને લઈને દલીલ કરી રહ્યા હતા.

    Viral News: ઘણી વખત એવી ઘટના આપણી સામે આવે છે કે આપણને થાય આવું કેવી રીતે થઈ શકે? ઘણી આવી ચોંકાવનારી ઘટનાઓ સોશિયલ મીડિયો પર અવારનવાર વાયરલ થતી હોય છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હોય, પરંતુ પ્લેનની અંદર પહોંચ્યા પછી ખબર પડી કે તમે જે સીટ બુક કરી છે તે વાસ્તવમાં ત્યાં નથી.

    આ સામાન્ય રીતે થતું નથી. ઓછામાં ઓછા ભારતમાં આવા કિસ્સા સામે આવ્યા નથી. પરંતુ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બ્રિટનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પરથી સામે આવ્યો છે.

    બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, 62 વર્ષીય ગેરી હેરિંગ્ટનએ 21 ઓક્ટોબર માટે રેયાન એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવી હતી. તે સ્ટેનસ્ટેડ એરપોર્ટથી ડબલિન જવાનો હતો. તેણે 35મી હરોળમાં ટિકિટ લીધી હતી. આ રો માટે ઘણા વધુ મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. પરંતુ આ ફ્લાઈટની અંદર પહોંચ્યા પછી ખબર પડી કે તેમાં સીટોની માત્ર 33 રો જ છે. ત્યારબાદ મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

    આ પણ વાંચો: 20 વર્ષની યુવતી 52 વર્ષના કાકાના પ્રેમમાં પડી

    મુસાફરોને પડી ભારે હાલાકી


    ગેરીએ આ ઘટનાને લઈને ફેસબુક પર એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેની સાથે અન્ય આઠ મુસાફરો પણ જોવા મળી રહ્યા છે. તે બધા એરલાઇનના ક્રૂ સાથે સીટને લઈને દલીલ કરી રહ્યા હતા. હેરિંગ્ટન વીડિયોમાં કહી રહ્યા છે કે તેઓ બધાએ ટિકિટ માટે પૈસા ચૂકવ્યા હતા. પરંતુ તેમ છતાં તેમને બેઠક ન મળી. બાદમાં તમામ મુસાફરોને હોટલમાં બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય તેને 250 પાઉન્ડ એટલે કે લગભગ 23 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: દેખાવ કે સ્વભાવ નહિ, ગિયર બદલવાની સ્ટાઈલ પર કરોડપતિ મહિલાનું આવ્યું દિલ

    એરલાઇન એ આપી આવી સફાઈ


    એરલાઇન એ પોતાની સફાઈ આપી હતી અને Ryanairના પ્રવક્તાએ બાદમાં જણાવ્યું હતું કે ફેરફારને કારણે લંડન સ્ટેન્સ્ટેડથી ડબલિન (21 ઓક્ટોબર) ફ્લાઇટમાં કેટલાક મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઇટ્સ પર ખસેડવામાં આવ્યા હતા. વાસ્તવમાં નાનું પ્લેન મોકલવાને કારણે ઘણા લોકો તેમાં ચઢી શક્યા ન હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG, Trending, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन