Home /News /eye-catcher /OMG! માત્ર 16 સેકન્ડ માટે ઉતાર્યું હતું Mask, શખ્સે ભરવો પડ્યો 2 લાખનો દંડ
OMG! માત્ર 16 સેકન્ડ માટે ઉતાર્યું હતું Mask, શખ્સે ભરવો પડ્યો 2 લાખનો દંડ
Man charged 2 lakh for taking mask off: એક વ્યક્તિ માટે થોડી સેકંડ માટે જાહેર સ્થળે તેના ચહેરા પરથી માસ્ક (Mask) કાઢવું થોડું ભારે પડ્યુ હતું. બદલામાં, દંડ (Mask Fine)ની રકમ સાંભળીને તે ચોંકી ઉઠ્યો હતો.
Man charged 2 lakh for taking mask off: એક વ્યક્તિ માટે થોડી સેકંડ માટે જાહેર સ્થળે તેના ચહેરા પરથી માસ્ક (Mask) કાઢવું થોડું ભારે પડ્યુ હતું. બદલામાં, દંડ (Mask Fine)ની રકમ સાંભળીને તે ચોંકી ઉઠ્યો હતો.
કોરોના (Coronavirus) કાળમાં આપણે આપણા જીવનમાં કેટલીક આદતો ઉમેરી છે. આ આદતોમાં ચહેરા પર માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને સમયાંતરે હાથ ધોવાનો સમાવેશ થાય છે. આમાંથી માસ્ક (mask) પહેરવાની આદત(Man charged 2 lakh for taking mask off) માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ક્યારેક ખિસ્સા માટે પણ સારો સાબિત થાય છે. બ્રિટન (Britain News)માં એક વ્યક્તિએ આવું નહોતુ કર્યું, જેના બદલામાં તેને લાખોનો દંડ ભરવો પડ્યો હતો.
ક્રિસ્ટોફર ઓ'ટૂલ (Christopher O’Toole)નો દાવો છે કે તેણે શોપિંગ કરતી વખતે થોડા સમય માટે તેના ચહેરા પરથી માસ્ક કાઢી નાખ્યું હતું. તેના બદલામાં તેને તગડો દંડ ભરવો પડ્યો હતો.
લિવરપૂલ ઇકો સાથે વાત કરતા ક્રિસ્ટોફરે કહ્યું કે, માસ્ક પહેરવાના નિયમથી તેમને કોઇ સમસ્યા નથી. તેમણે થોડા સમય માટે ખરીદી કરતી વખતે પોતાનું માસ્ક ઉતાર્યું હતું, પરંતુ બદલામાં તેને 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
16 સેકન્ડ માટે હટાવ્યું હતું માસ્ક! ક્રિસ્ટોફર ઓ'ટૂલે પ્રેસ્કોટમાં બી એન્ડ એમમાં શોપિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. ક્રિસ્ટોફરે કહ્યું કે તેને ઠીક નહોતુ લાગતું, તેથી તેણે લગભગ 16 સેકન્ડ સુધી પોતાનું માસ્ક ઉતાર્યું હતું. તે જ સમયે, પોલીસ અધિકારીઓ સ્ટોરની અંદર આવ્યા અને માસ્ક ન પહેરવા બદલ તેમનું નામ નોંધ્યું.
આ ઘટના ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બની હતી, જ્યારે યુકેમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ ક્રિસ્ટોફરને ક્રિમિનલ રેકોર્ડઝ ઓફિસ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેને 100 પાઉન્ડ એટલે કે લગભગ 10,000 રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું.
2 લાખ સુઘી વઘી ગઈ દંડની રકમ ક્રિસ્ટોફરે આ પત્રના બદલામાં અધિકારીઓને ઇ-મેઇલ દ્વારા દંડ ન આપવા બદલ સ્પષ્ટતા કરી હતી, જેના બદલામાં સત્તાવાળાઓ તરફથી તેમને વધુ એક પત્ર આપવામાં આવ્યો હતો, જેમાં તેમના દંડની રકમ વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી હતી. ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર આ દંડ ભરવાથી તેનો એક મહિનાનો પગાર જતો રહેશે. હવે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે અને તેમને કાયદાકીય લડાઈ લડવી પડશે. આ પહેલા પણ યુકેમાં પાર્કિંગની ભૂલના કારણે એક વ્યક્તિને 20 રૂપિયાના બદલે 27 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર