OMG: 6 મહિના સુધી પેટમાં દુખાવાથી પીડાતો હતો યુવાન, ડોક્ટરોએ સર્જરી કરી મોબાઈલ કાઢ્યો

ડોક્ટરે એક વ્યક્તિના પેટમાંથી નોકિયા મોબાઇલ ફોન (Mobile Phone) કાઢ્યો

OMG news- આ વ્યક્તિ 6 મહિના પહેલા ભૂલથી મોબાઇલ ફોન ગળી ગયો હતો. તેને પોતાને પણ આ વિશે ખબર ન હતી

  • Share this:
    લંડન : બ્રિટનમાં (Britain)ડોક્ટરે એક વ્યક્તિના પેટમાંથી નોકિયા મોબાઇલ ફોન (Mobile Phone) કાઢ્યો હતો. આ વ્યક્તિ 6 મહિના પહેલા ભૂલથી મોબાઇલ ફોન ગળી ગયો હતો. તેને પોતાને પણ આ વિશે ખબર ન હતી. સતત પેટમાં દુખાવાની ફરિયાદ અને સ્થિતિ વધુ ખરાબ થયા પછી તે ડોક્ટર (Doctor)પાસે ગયો. ડૉક્ટરે એક્સ-રે કરાવ્યો અને તે જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. ત્યારબાદ આ વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મોબાઇલ કાઢી દેવામાં આવ્યો હતો. અત્યારે દર્દીની સ્થિતિ ઠીક છે.

    મિરર યુકેના અહેવાલ મુજબ 33 વર્ષીય યુવાનના પેટનુ ઓપરેશન ઇજિપ્તની અસ્વાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દર્દીના પેટમાંથી મોબાઇલ ફોન બહાર નીકળશે તેનો ડૉક્ટરોને બિલકુલ અંદાજો ન હતો. દર્દી મોબાઇલ કેવી રીતે ગળી ગયો તે હજી સુધી જાણી શકાયું નથી.

    આ કેસ બ્રિટનનો છે. 33 વર્ષીય શખ્સ 6 મહિના પહેલા ભૂલથી નોકિયાનો મોબાઇલ ગળી ગયો હતો. ઓપરેશન હાથ ધરનારી મેડિકલ ટીમનું નેતૃત્વ કરનારા ડો.સ્કેન્ડર ટેલ્જાકુએ દર્દીના પેટમાંથી કાઢી નાખવામાં આવેલા ગુલાબી નોકિયા 3310 ફોનની તસવીરો શેર કરી હતી.

    આ પણ વાંચો - આ છે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, તેની કિંમતમાં અમદાવાદમાં આવી જાય 3BHK ફ્લેટ

    મિરર યુકેના અહેવાલ મુજબ 33 વર્ષીય યુવાનના પેટનુ ઓપરેશન ઇજિપ્તની અસ્વાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું


    સંયુક્ત અરબ અમિરાતના મીડિયા આઉટલેટ ગલ્ફ ટુડેના મતે અસવાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના નિર્દેશક મંડલના અધ્યક્ષ મોહમ્મદ અલ દહશૌરીએ કહ્યું કે તેમણે પ્રથમ વખત આવો કેસ જોયો છે. જેમાં એક દર્દીના પેટમાંથી આખો મોબાઇલ બહાર કાઢવામાં આવ્યો છે.

    રીંછે સર્કસમાં ગર્ભવતી મહિલા પર હુમલો કર્યો!

    રશિયાના (Russia)ઓરિયોલ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Russian Circus Video)પર વાયરલ થઈ રહ્યો છે. બાળકો અને વડીલો સર્કસમાં આનંદ માણી રહ્યા હતા. જ્યારે રીંછને લગતું કૃત્ય આવ્યું ત્યારે લોકો વધુ ઉત્સાહિત બન્યા. આ કૃત્યમાં, કેટલાક ટ્રેનર્સ રીંછ સાથે જુદી જુદી યુક્તિઓ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે ગર્ભવતી મહિલા ટ્રેનર થોડા સમય પછી રીંછને કાબૂમાં કરવા આવે છે. પછી અચાનક રીંછ હિંસક બની જાય છે અને મહિલા પર હુમલો કરે છે. વાદળી ફ્રોક પહેરેલી મહિલા તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રીંછ એટલું હિંસક બની જાય છે કે તે તેને પકડીને નીચે ફેંકી દે છે. દર્શકો આ દ્રશ્ય જોઈને ખૂબ જ નર્વસ હોય તેવું લાગે છે. પછી અન્ય ટ્રેનર રીંછને દૂર કરે છે અને મહિલાને બચાવી તેને બહાર લઈ જાય છે.
    Published by:Ashish Goyal
    First published: