દારૂ પીને માંડવે પરણવા આવેલા દુલ્હાને દુલ્હને વીલા મોઢે પાછો કાઢ્યો!

લગ્નમાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે બબલુ કુમારે એટલો દારૂ પીધો હતો કે તે લગ્નની કોઈ પણ વિધિ સરખી રીતે કરી શકતો ન હતો.

News18 Gujarati
Updated: March 11, 2019, 11:25 AM IST
દારૂ પીને માંડવે પરણવા આવેલા દુલ્હાને દુલ્હને વીલા મોઢે પાછો કાઢ્યો!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 11, 2019, 11:25 AM IST
છપરા, બિહાર : બિહારના છપરામાં એક કન્યાએ દારૂ પીને માંડવે પરણવા આવેલા યુવકને વીલા મોટે પરત મોકલી દીધો હતો અને લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. રિન્કી કુમારીએ પોતાના પરિવારને સૂચના આપી હતી કે લગ્નના માંડવે આવી પહોંચેલા બબલુ કુમારને પોતાના ઘરેથી પરત ચાલ્યા જવાનું કહી દે. બિહારના છપરા ખાતે શનિવારે આ બનાવ બન્યો હતો.

છોકરીના પિતા ત્રિભૂવન શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યુ કે, "દુલ્હાએ એટલો બધો દારૂ ઢીંચી લીધો હતો કે તેની આસપાસ કોણ ઉભા છે તેનું પણ તેને ભાન હતું. તેણે લગ્નના માંડવે ગેરવર્તન કર્યું હતું, આ જ કારણે મારી દીકરીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો."

લગ્નમાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે બબલુ કુમારે એટલો દારૂ પીધો હતો કે તે લગ્નની કોઈ પણ વિધિ સરખી રીતે કરી શકતો ન હતો. આ બનાવ છપરાના ડુમરી છપીયા ગામ ખાતે બન્યો હતો. આ વાતને લઈને દુલ્હને તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. રિન્કીના આવા નિર્ણય બાદ બંને પરિવારોએ તેની સમજાવી હતી પરંતુ રિન્કી બબલુ કુમાર સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ન હતી.

આ પણ વાંચો : સુરતઃ મોડી રાત્રે લગ્નમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર હુમલો, PSI ઘાયલ

રિન્કીના નિર્ણય બાદ ગામના લોકોએ દુલ્હાના પરિવારને દહેજની તમામ વસ્તુઓ પરત કરવાની સૂચના આપી હતી. દુલ્હાના પરિવારે દહેજમાં મળેલી તમામ વસ્તુઓ પરત આપ્યા બાદ જ તેમને ગામમાંથી જવા દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે બિહારમાં નીતિશ કુમારે સરકારે વર્ષ 2016માં દારૂ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, બિહારમાં આવા બનાવો સામાન્ય છે. જાન્યુઆરી મહિનામાં નાલંદા જિલ્લામાં એક દુલ્હને દારૂ પીને લગ્ન કરવા આવી પહોંચેલા દુલ્હા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં અહીં પોલીસ બોલાવવામાં આવી હતી અને દુલ્હી સામે પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો.
First published: March 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...