VIRAL VIDEO: લગ્ન સમયે અચાનક ‘કબડ્ડી’ રમવા લાગી દુલ્હન, આ જોઈ દુલ્હાના ઉડી ગયા હોશ!

લગ્નમાં વરમાળા પહેરાવતી વખતે દુલ્હને શરુ કરી દીધી 'કબડ્ડી', જુઓ VIDEO

લગ્નમાં વરમાળા પહેરાવતી વખતે દુલ્હને શરુ કરી દીધી 'કબડ્ડી', જુઓ VIDEO

  • Share this:
સમગ્ર ભારતમાં લગ્ન (Marriage) કોઈ તહેવારની જેમ ધામધૂમથી થાય છે. લગ્નના હસ્તમેળાપના મુખ્ય દિવસ અગાઉના દિવસથી ધાર્મિક વિધિઓ શરુ થઇ જાય છે, જેમાં પરિવારના દરેક સદસ્યો અને મહેમાનો ઉજવણીને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. બીજી તરફ લગ્ન દરમિયાન અને લગ્ન થઇ ગયા પછી સોશ્યલ મીડિયા પર લગ્નના ફોટા ધડાધડ શેર કરવામાં આવે છે. એટલું જ નહીં, ઘણા લોકો તો કોરોનાકાળમાં પોતાના લગ્ન સોશ્યલ મીડિયા (Social Media) પર લાઈવ પ્રસારિત કરે છે અથવા તેના વિડીયો બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરે છે. ત્યારે લગ્નનો આવો જ એક રમૂજી વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં વરમાળા સમારોહ (Garland Ceremony) દરમિયાન દુલ્હન અને વરરાજા બન્ને એકબીજાને હાર પહેરાવતા જોવા મળે છે. પરંતુ આ વિડીયોમાં પણ એક રમૂજી ટ્વીસ્ટ આવે છે. દુલ્હન નમ્રતાપૂર્વક વરને માળા પહેરાવે છે, પરંતુ જ્યારે વરરાજાનો વારો આવે છે, ત્યારે દુલ્હન વરરાજા પાસેથી દૂર જવા લાગે છે અને ત્યારબાદ સ્ટેજ પર દોડતી જોવા મળે છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે સમારોહની શરૂઆતમાં દુલ્હન વરરાજાને હાર પહેરાવે છે. ત્યાં સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હોય છે, પરંતુ બાદમાં જયારે વરરાજા દુલ્હનને હાર પહેરાવવા જાય છે, ત્યારે દુલ્હન વરરાજાથી દૂર જવા લાગે છે. ધીમે ધીમે દુલ્હન આખા સ્ટેજ પર ગોળ ગોળ ફરવા લાગે છે અને લગ્ન કબડ્ડીમાં ફેરવાઈ જાય છે. વરરાજા દુલ્હનના ગાળામાં માળા પહેરાવવા ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ દુલ્હન ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે. જ્યારે તેણીની ઝડપ ઓછી થાય છે ત્યારે તક ઝડપીને વરરાજાના મિત્રો આવી જાય છે અને દુલ્હનને માળા પહેરાવવામાં વરરાજાની મદદ કરે છે.

આ પણ વાંચો, Horror Story: ઘરની બહાર જોવા મળ્યું ‘કાળુ ભૂત’, ડરેલી યુવતીએ તાત્કાલિક પૂજારીને બોલાવી કરાવી શુદ્ધિ!

આ વિડીયો વાયુવેગે સોશ્યલ મીડિયામાં અને ખાસ કરીને ફેસબુક પર વાયરલ થયો છે. જેમાં 24 હજાર જેટલા લોકોએ આ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો, યુવતીના બેડરૂમમાં ઘૂસી જતો હતો મકાન માલિક, તકિયા સાથે કરતો હતો આવી હરકત

સોશ્યલ મીડિયા પર લગ્નના આવા વિડીયોની ભરમાર છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વરરાજા પોતાના લગ્ન દરમિયાન સુઈ ગયા હતા. આ વિડીયો નિરંજન મહાપાત્રા દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વરરાજા અને દુલ્હન લગ્ન મંડપમાં સજીધજીને બેઠા છે. જેમાં દુલ્હન લોકો સાથે વાતચીત કરી રહી છે. જ્યારે વરરાજા સક્રિય રહેવાના બદલે પોતાના જ લગ્ન દરમિયાન સુઈ ગયા હતા. તેઓ પોતાની આંખો સરખી રીતે ખોલી પણ નહોતા શકતા. આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા વરરાજા રમૂજનો વિષય બન્યા હતા. એક યુઝરે વરરાજાની મજાક ઉડાવતા કહ્યું હતું કે, "ભાઈ જાગી જા, નહીંતર બીજું કોઈ લગ્ન કરી લેશે."
First published: