Home /News /eye-catcher /

VIDEO: વિદાય પહેલા રડવાની પ્રેક્ટિસ કરતી જોવા મળી દુલ્હન, 7 મિત્રોની ટ્રેનિંગ પણ અંતે ગઈ નિષ્ફળ

VIDEO: વિદાય પહેલા રડવાની પ્રેક્ટિસ કરતી જોવા મળી દુલ્હન, 7 મિત્રોની ટ્રેનિંગ પણ અંતે ગઈ નિષ્ફળ

તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેને જોયા પછી તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.

વેડિંગ સીઝન (Wedding Season)નો એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યો હતો. આમાં એક દુલ્હનને તેના મિત્રો રડવાની તાલીમ આપતા જોવા મળ્યા હતા (Bride Prctising To Cry At Vidai). પરંતુ તેની કોઈ ખાસ અસર થઈ ન હતી.

    ભારતમાં આ દિવસોમાં લગ્નની સિઝન 2022 (Wedding Season 2022) ચાલી રહી છે. તમે લગભગ દરેક ખૂણેથી ડીજે બેન્ડનો અવાજ સાંભળતા જ હશો. સોશિયલ મીડિયા (Social Media) પર દર વખતની જેમ આ વેડિંગ સીઝનમાં પણ ઘણા ફની વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેને જોયા પછી તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.

    આ વીડિયોમાં દુલ્હનના ફ્રેન્ડ્સ તેને રડવાની પ્રેક્ટિસ કરાવતા જોવા મળી રહ્યાં છે. સાત સેકન્ડના આ વિડિયોમાં દુલ્હનના મિત્રો પહેલા તેને રડતા જોવા મળ્યા હતા (Bride Prctising To Cry At Vidai) પરંતુ પછી જે થયું તેના કારણે આ વીડિયો વાયરલ થયો.

    પહેલાના જમાનામાં લગ્ન વખતે કન્યાને પડદામાં રાખવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે વસ્તુઓ બદલાઈ ગઈ અને હવે દુલ્હન ડાન્સ કરીને એન્ટ્રી લે છે. વિદાયની વાત કરીએ તો પહેલા દીકરીઓ ઘણા દિવસો પહેલા લગ્ન પછી મા-બાપને છોડવાની પીડા સહન કરતી હતી. જોકે, હવે આવું થતું નથી. હવે કન્યા તેના પિયરને છોડીને સ્મિત સાથે તેના સાસરે જાય છે. વિદાય પહેલા રડતી પ્રેક્ટિસ કરતી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.




    આ પણ વાંચો: Funny Video: પ્રી-વેડિંગ ફોટોશૂટના નામે વર-કન્યાનું સર્કસ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

    વિદાઈ માટે રડવાની પ્રેક્ટિસ કરતી કન્યા
    આ વીડિયોમાં દુલ્હનને તેના મિત્રો રડવાની પ્રેક્ટિશ કરાવી રહ્યા હતા. કન્યા શરુઆતમાં રડતી જોવા મળે છએ અને ત્યારબાગ રડી શકતી નહોતી. આંખોમાંથી આંસુ કાઢવાને બદલે તે દાંત બતાવીને હસી પડી. દુલ્હન હસી પડતાં જ તેના મિત્રો પણ હસવા લાગ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દુલ્હન રડવાનો પ્રયાસ કરે છે ત્યારે હસી પડે છે અને રડવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે થાકીને તેણે તેના હાથ-પગ મારવાનું શરૂ કર્યું.

    આ પણ વાંચો: VIDEO: આ રિયલ લાઇફ હીરો સામે સુપરહીરો પણ ફેલ, જુઓ કેવી રીતે બચાવ્યો માસુમ બાળકનો જીવ

    ઈન્સ્ટાગ્રામ પર દુલ્હનનો આ વીડિયો તેના મિત્રએ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દુલ્હનની મજાક ઉડાવતા કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે દુલ્હન પોતાના લગ્નમાં રડતી નથી તો સારા મિત્રો કંઈક આવું કરે છે. લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લગ્નની ચાલી રહેલી સિઝનમાં સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં લગ્નોમાં કેદ થયેલી ભાવનાત્મકથી લઈને રમુજી પળોનો સમાવેશ થાય છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Funny videos, OMG VIDEO, Viral videos, Wedding Photos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन